________________
પા. ૩ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૭૫
તૃતીયં રૂપ વિવક્ષુઃ પૃઘ્ધતિ-અર્થતિ । ઉત્તરમાહ-તન્માત્રમિતિ । યથૈकोऽवयवः। परिमाणभेदः परमाणुः, सामान्यं मूर्तिः शब्दादयो विशेषास्तदात्मा, अयुतसिद्धा निरन्तरा येऽवयवाः सामान्यविशेषास्तद्भेदेष्वनुगतः समुदायः । यथा च परमाणुः सूक्ष्मं रूपमेवं सर्वतन्मात्राणि सूक्ष्मं रूपमिति । उपसंहरति- एतदिति ।
अथ भूतानां चतुर्थ रूपं ख्यातिक्रियास्थितिशीला गुणाः कार्यस्वभावमनुपतितुमनुगन्तुं शीलं येषां ते तथोक्ताः । अत एवान्वयशब्देनोक्ताः ।
अथैषां पञ्चमं रूपमर्थवत्त्वं विवृणोति - भोगेति । नन्वेवमपि सन्तु गुणा अर्थवन्तः । तत्कार्याणां तु कुतोऽर्थवत्त्वमित्यत आह- गुणा इति । भौतिका गोघटादयः । तदेवं संयमविषयमुक्त्वा संयमं तत्फलं चाह - तेष्विति । भूतप्रकृतयो भूतस्वभावाः
||૪||
સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્ત્વ (એ પાંચ ભૂતોનાં રૂપ છે). એમાં સંયમ કરવાથી એમનો જય સિદ્ધ થાય છે. “તત્ર પાર્થિવાઘાઃ” વગેરેથી સ્થૂલવિષે કહે છે. પાર્થિવ, જલીય, તૈજસ, વાયવીય અને આકાશીય શબ્દ, સ્પર્શ, રૂપ રસ અને ગંધના યથાક્રમ વિશેષો ષડ્જ, ગાંધાર (સા, રે, ગ, મ) વગેરે શીતઉષ્ણ વગેરે, નીલ-પીત વગેરે, કષાય-મધુર વગેરે, તથા સુરભિ (સુગંધ:દુર્ગંધ) વગેરે છે. તેઓ નામ, રૂપ અને પ્રયોજનોથી પરસ્પર ભિન્ન હોવાથી વિશેષ કહેવાય છે.
આમાંના પાંચ ધર્મો પૃથ્વીમાં, ગંધસિવાયના ચાર જળમાં, ગંધરસસિવાયના ત્રણ તેજમાં, ગંધ રસ રૂપ સિવાયના બે વાયુમાં અને ફક્ત એક શબ્દ આકાશમાં રહે છે. આ વિશેષો આકાર વગેરે ધર્મો સાથે શાસ્ત્રમાં ‘સ્થૂલ” શબ્દથી પરિભાષિત થાય છે.
પૃથ્વીના ધર્મો નીચે પ્રમાણે છે :
:
“આકાર, ગુરુતા, રુક્ષતા, વરણ (જગા રોકવી) સ્થિરતા, વૃત્તિ, ભિન્નતા, ક્ષમા (આશ્રય) કૃશતા, કઠિનતા અને સર્વભોગ્યતા.”
“સ્નેહ (ચીકાશ) સૂક્ષ્મતા, સ્વચ્છતા, શુક્લતા, મૃદુતા, ગુરુતા, શીતતા, રક્ષા (સાચવણી), પવિત્રતા અને સંધાન (રૂઝાવવાનો ગુણ) એ જળના ધર્મો છે.” “ઊર્ધ્વગતિ, પકવવું, પ્રકાશવું, બાળવું, પવિત્ર કરવું, લઘુતા, તેજસ્વિતા, નાશ કરવો એ તેજના ગુણો છે, જે અગાઉ જણાવેલા બે ગુણસમૂહોથી જુદા છે.”
“ચોતરફ ફેલાવું, પવિત્રતા, ફેંકવું, ગતિ આપવી, શક્તિ, ગતિશીલતા,