________________
૩૭૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૪૪
આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમુદાયને દ્રવ્ય કહેવામાં આવે છે. કારણ કે સમૂહ બેથી બને છે. એ ભિન્ન છતાં અસ્ત પામેલા અવયવોમાં અનુગત હોવાથી એક જણાય છે. દાખલા તરીકે શરીર, વૃક્ષ, યૂથ (ઝુંડ) અને વન. “ઉભયે દેવમનુષ્યાઃ” એ સમૂહ પદમાં શબ્દથી કહેલા ભેજવાળા અવયવોમાં અનુગત સમુદાયમાં એક ભાગ દેવો અને બીજો ભાગ મનુષ્યો છે. એ બે મળીને સમૂહ બને છે. એ બોલનારની ઇચ્છા પ્રમાણે ભેદ કે અભેદથી કહેવાય છેઃ આમ્રવૃક્ષોનું વન, બ્રાહ્મણોનો સંઘ અને આમ્રવન, બ્રાહ્મણસંઘ. સમૂહ બે પ્રકારનો છે : યુતસિદ્ધાવયવ અને અયુતસિદ્ધાવયવ. વન, સંઘ વગેરે યુતસિદ્ધાવયવ (છૂટા અવયવોવાળો) અને શરીર, વૃક્ષ, પરમાણુ વગેરે અયુતસિદ્ધાવયવ (સંયુક્ત અવયવોવાળો) છે. અયુતસિદ્ધાવયવોના ભેદોમાં અનુગત સમૂહ દ્રવ્ય છે, એવો પતંજલિ ઋષિનો મત છે. એને સ્વરૂપ કહે છે.
એમનું સૂક્ષ્મ રૂપ શું છે? ભૂતોના કારણરૂપ તન્માત્ર (એમનું સૂક્ષ્મ રૂપ છે). પરમાણુ એ તન્માત્રનો એક અવયવ છે. એ સામાન્ય તથા વિશેષરૂપ છે, અને અયુતસિદ્ધ અવયવોના ભેદોમાં અનુગત સમુદાય છે. બધાં ભૂતો તન્માત્રરૂપ છે, એ એમનું ત્રીજું “સૂક્ષ્મ” રૂપ છે.
પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલતા રૂપ ગુણો ભૂતોનું ચોથું “અન્વય” રૂપ છે. ગુણો કાર્યના સ્વભાવ અનુસાર પ્રવર્તે છે, તેથી અન્વય શબ્દથી ઓળખવામાં આવે છે.
અર્થવત્ત્વ એમનું પાંચમું રૂપ છે. ગુણો (પુરુષના) ભોગ અને મોક્ષ અર્થે છે, માટે તેઓમાં અર્થવત્તા અનુગત છે. આમ ગુણો, તન્માત્રો, ભૂતો અને ભૌતિક પદાર્થોમાં અર્થવત્તા અનુગત હોવાથી બધું અર્થવત છે.
પાંચ રૂપોવાળા પાંચ મહાભૂતોમાં સંયમ કરવાથી તે તે રૂપના સ્વરૂપનું દર્શન અને જય પ્રાપ્ત થાય છે. પાંચ ભૂતસ્વરૂપોને જીતીને યોગી ભૂતજયી બને છે. એમનો જય કરવાથી ગાયો વાછરડાંને અનુસરે એમ ભૂતપ્રકૃતિઓ યોગીના સંકલ્પને અનુસરે છે. ૪૪
तत्त्व वैशारदी स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः । स्थूलं च स्वरूपं च सूक्ष्म