________________
૩૬૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૪૨
હોવી જોઈએ. એ કરણ શ્રોત્ર છે. ચક્ષુ વગેરે એના કરણ કેમ ન બની શકે ? એના જવાબમાં “બધિરાબધિરયો વગેરેથી કહે છે કે બહેરો માણસ શબ્દ ગ્રહણ કરતો નથી અને બહેરો ન હોય એવો માણસ ગ્રહણ કરે છે, એમ અન્વયવ્યતિરેક (સહભાવ અને અસહભાવના નિયમ)થી શબ્દગ્રહણનું કરણ શ્રોત્ર સિદ્ધ થાય છે. આ ઉપલક્ષણ છે. ત્વચા અને વાયુ, ચહ્યું અને તેજ, જિલ્લા અને રસ, નાસિકા અને પૃથ્વીના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય ત્વચા વગેરેની પ્રાપ્તિ પણ જાણવી જોઈએ. ૪૧
कायाकाशयोः संबन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चा
શાનનમ્ Iઝરા શરીર અને આકાશના સંબંધ પર સંયમ કરવાથી અથવા હળવા રૂ (જેવા પદાર્થો)ની સમાપત્તિથી આકાશગમન થાય છે. ૪૨
भाष्य
यत्र कायस्तत्राकाशं तस्यावकाशदानात् कायस्य, तेन संबन्धः प्राप्तिः । तत्र कृतसंयमो जित्वा तत्संबन्धं लघुषु वा तूलादिष्वापरमाणुभ्यः समापत्तिं लब्ध्वा जितसंबन्धो लघुर्भवति । लघुत्वाच्च जले पादाभ्यां विहरति, ततस्तूर्णनाभितन्तुमात्रे विहत्य रश्मिषु विहरति । ततो यथेष्टमाकाशगतिरस्य भवतीति ॥४२॥
જ્યાં શરીર છે ત્યાં આકાશ છે, કારણ કે એ શરીરને અવકાશ પ્રદાન કરે છે. એ બેના સંબંધને પ્રાપ્તિ કહે છે. એમાં સંયમ કરીને એ સંબંધને જીતવાથી અથવા રૂથી માંડીને પરમાણુ સુધીના હળવા પદાર્થો પર સંયમ વડે સમાપતિથી સંબંધને જીતીને યોગી હળવો બને છે. હળવો બનવાના કારણે પાણી પર પગવડે ચાલે છે, પછી કરોળિયાના સૂક્ષ્મ તંતુમાત્રમાં વિહાર કરીને સૂર્યકિરણોમાં વિહાર કરે છે. પછી સ્વેચ્છાથી આકાશમાં ગતિ કરે છે. ૪૨
तत्त्व वैशारदी कायाकाशयोः संबन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चाकाशगमनम् । कायाकाशसंबन्धसंयमाद्वा लघुनि वा तूलादौ कृतसंयमात्समापत्तिं चेतसस्तत्स्थतदञ्जनतां लब्ध्वेति ।