________________
પા. ૩ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૯
सिद्धिक्रममाह-जल इति ॥४२॥
શરીર અને આકાશના સંબંધ પર કે હળવા રૂ જેવા પદાર્થો પર સંયમ વડે ચિત્તની સમાપત્તિ- એમાં રહીને એના ગુણો ગ્રહણ કરવાથી આકાશમાં ગતિ સિદ્ધ थाय छे. "०४ पाय विति..." ३था सिद्धिम 53 छ. ४२
बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ॥४३॥
(શરીરની) બહાર અકલ્પિત વૃત્તિ મહાવિદેહા કહેવાય છે. એનાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. ૪૩
भाष्य
शरीरादहिर्मनसो वृत्तिलाभो विदेहा नाम धारणा ।
सा यदि शरीरप्रतिष्ठस्य मनसो बहिर्वृत्तिमात्रेण भवति सा कल्पितेत्युच्यते । या तु शरीरनिरपेक्षा बहिर्भूतस्यैव मनसो बहिर्वृत्तिः सा खल्वकल्पिता । तत्र कल्पितया साधयन्त्यकल्पितां महाविदेहामिति, यया परशरीराण्याविशन्ति योगिनः । ततश्च धारणातः प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य यदावरणं क्लेशकर्मविपाकत्रयं-रजस्तमोमूलं तस्य च क्षयो भवति ॥४३॥
શરીરથી બહાર મનની વૃત્તિ સ્થિર થાય એને વિદેહ ધારણા કહે છે. જો શરીરમાં પ્રતિષ્ઠિત મન વૃત્તિમાત્રથી બહાર સ્થિર થાય તો એ કલ્પિત કહેવાય છે. પરંતુ શરીરની અપેક્ષાવિના બહાર નીકળી ગયેલા મનની વૃત્તિ બહાર સ્થિર થાય એ અકલ્પિત છે. કલ્પિત વડે અકલ્પિત કે મહાવિદેહા સિદ્ધ કરવામાં આવે છે, જેને લીધે યોગીઓ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પછી ધારણાથી રક્સ, તમસ ના કારણે થયેલું બુદ્ધિસત્ત્વનું ક્લેશ, કર્મ અને વિપાક એ ત્રણરૂપ આવરણ નષ્ટ થાય છે. ૪૩
तत्त्व वैशारदी अपरमपि परशरीरावेशहेतुं संयम क्लेशकर्मविपाकक्षयहेतुमाह-बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः । विदेहामाह-शरीरादिति । अकल्पिताया महाविदेहाया य उपायस्तत्प्रदर्शनाय कल्पितां विदेहामाह-सा यदीति । वृत्तिमात्रं कल्पनाज्ञानमात्रं तेन । महाविदेहामाह-या त्विति । उपायोपेयते कल्पिताकल्पितयोराह