________________
પા. ૩ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૬૭
રહેલા અસાધારણ શબ્દની અપેક્ષા રાખે છે. ગંધ વગેરે ગુણો સાથે સહકાર કરતી ઘાણ વગેરે ઇન્દ્રિયો વડે બહાર પૃથ્વી વગેરેમાં રહેલા ગંધ વગેરેનું આલોચન કાર્ય થતું જોવામાં આવે છે. અહંકારથી ઉત્પન્ન થયેલી પ્રાણ, રસના, ત્વચા, ચક્ષુ અને શ્રોત્ર ઇન્દ્રિયો ભૂતોના આશ્રયે રહે છે. કારણ કે ભૂતોના ઉપકાર કે અપકારથી ઘાણ વગેરેનો ઉપકાર કે અપકાર થતો જોવામાં આવે છે. અહંકારથી પેદા થયેલી શ્રોત્ર ઇન્દ્રિય લોખંડની સળી) જેવી છે. એ લોહચુંબક જેવા બોલનારના મુખથી ઉત્પન્ન થતા અને મુખમાં રહેતા શબ્દથી ખેંચાઈને, પોતાની વૃત્તિ-પરંપરાથી બોલનારના મુખ સુધી આવીને, શબ્દનું ગ્રહણ કરે છે. દિશાઓના વિવિધ પ્રદેશોમાં રહેતો શબ્દ, બાધક વિઘ્ન ન હોય તો બધાં પ્રાણીઓ માટે સભાનપણે પ્રામાણિક ગણાય છે. પંચશિખાચાર્ય કહે છેઃ “સમાન દેશમાં શ્રવણવાળા લોકોનું શ્રવણકેન્દ્ર એકદેશ(આકાશ)માં છે.” ચૈત્ર વગેરે મનુષ્યોની શ્રવણેન્દ્રિય સમાન દેશવાળી છે. બધાની શ્રવણેન્દ્રિય આકાશમાં રહેલી છે. અને શ્રોત્રનું અધિષ્ઠાનરૂપ આકાશ શબ્દ ગુણવાળી તન્માત્રાથી ઉત્પન્ન થયું છે, તેથી શબ્દગુણવાળું છે. એ સહકારી શબ્દથી પૃથ્વી વગેરેના શબ્દોનું ગ્રહણ કરે છે. માટે બધાંની શ્રુતિ (ક શબ્દ) એક જાતિની છે. આનાથી આકાશ શ્રોત્રનું આશ્રય અને શબ્દગુણવાળું છે, એમ સ્પષ્ટ થયું. આ એકદેશશ્રુતિપણું આકાશનું ચિન્હ છે. એક જાતિની, શબ્દને વ્યક્ત કરતી શ્રુતિ જેના આશ્રયે રહે છે એ આકાશશબ્દથી ઓળખાય છે. આવી કૃતિ વગર શબ્દ પ્રગટ થાય નહીં. વળી આ શ્રુતિ પૃથ્વી વગેરેનો ગુણ નથી. કારણ કે એ પોતાનામાં વ્યંગ્ય-વ્યંજક ભાવ ધરાવે છે, એમ માનવું યોગ્ય નથી.
આવરણનો અભાવ આકાશનું ચિહ્ન છે. આકાશ ન હોય તો ભૂતો પરસ્પર પિંડની જેમ એકીભૂત બનીને સોય વડે પણ ભેદી ન શકાય એવાં બની જાય. બધું બધા વડે આવૃત થાત. મૂર્ત દ્રવ્યનો અભાવમાત્ર આવરણનો અભાવ (આકાશ) નથી. અભાવ ભાવના આશ્રયે રહે છે. માટે ભાવના અભાવમાં અભાવનો પણ અભાવ થાય. વળી ચિતિશક્તિ અનાવરણનો આશ્રય બની શકે નહીં, કારણ કે એ અપરિણામી હોવાથી કોઈનો આશ્રય બને નહીં. કાળ વગેરે પૃથ્વી વગેરે દ્રવ્યોથી અતિરિક્ત (ભિન્ન) નથી માટે એવો પરિણામ ભેદ આકાશનો જ છે, એમ સિદ્ધ થયું. બાકીનું બધું સ્પષ્ટ છે.
તથા અમૂર્તસ્ય..” વગેરેથી કહે છે કે અનાવરણ આકાશનું ચિન્હ સિદ્ધ થતાં, જ્યાં જ્યાં આવરણ નથી ત્યાં બધે જ આકાશ છે, એમ આકાશનું સર્વવ્યાપકત્વ પણ સિદ્ધ થયું. “શબ્દપ્રહણાનુમિત શ્રોત્રમ્” વગેરેથી શ્રોત્રના અસ્તિત્વમાં પ્રમાણ રજૂ કરે છે. ક્રિયા કરણ (સાધન)થી સિદ્ધ થતી જોવામાં આવે છે. જેમ વાંસલા વગેરેથી છિદ્ર વગેરે સિદ્ધ થાય છે. એમ શબ્દગ્રહણ રૂપ ક્રિયા પણ કરણ સાધ્ય