________________
પા. ૩ સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૫૯
ભોક્તાનું ભાગ્ય છે અથવા અનુકૂળ અને પ્રતિકૂળ વેદનાવાળાં સુખ-દુ:ખનો અનુભવ ભોગ છે. એ અનુભવ પોતાના માટે અનુકૂળ કે પ્રતિકૂળ ન હોઈ શકે. કારણ કે બે વિરોધી વૃત્તિઓ પોતાના વિષે ન હોઈ શકે, એટલે કે પોતે જ પોતાને અનુભવે (કર્તા-કર્મ એક હોય) એવું બને નહીં. તેથી અનુકૂળતા અને પ્રતિકૂળતા વસ્તુમાં હોય છે, અને પુરુષ એનો ભોક્તા છે, જેને માટે એ દશ્ય ક ભોગ્ય છે.
એવા પરાર્થ (ભોગ્ય)થી વિશિષ્ટ (ભિન્ન) પુરુષમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થાય છે. “પરાર્થાત” એમ પાંચમી વિભક્તિ પ્રયોજીને વ્યાખ્યા કરી છે.
ભલે. પણ પુરુષવિષયક પ્રજ્ઞા ઉત્પન્ન થતી હોય, તો પુરુષ પ્રજ્ઞા વડે શેય (જાણવાયોગ્ય) થયો. એ પ્રજ્ઞાને જાણવા બીજી પ્રજ્ઞા જોઈએ, એમ અનવસ્થા દોષ થાય છે. એના જવાબમાં “ન ચ પુરુષપ્રત્યયેન બુદ્ધિસજ્વાત્મના પુરુષો દશ્યતે” વગેરેથી કહે છે કે ચિતિવડે જડ પ્રકાશિત થાય છે, જડ વડે ચિતિ નહીં. પુરુષવિષેનો પ્રત્યય તો જડ છે, એ ચિદાત્માને કેવી રીતે પ્રકાશિત કરે ? ચિદાત્મા સ્વતંત્ર પ્રકાશવાળો છે, અને જડને પ્રકાશિત કરે છે, એમ સમજવું યોગ્ય છે. “બુદ્ધિસજ્વાત્મના”થી જડ સાથેના તાદાત્મથી જડપણું કહ્યું છે. બુદ્ધિસત્ત્વમાં રહેલા પુરુષના પ્રતિબિંબના આલંબનથી બુદ્ધિવડે પુરુષનું આલંબન કહ્યું, પુરુષને પ્રકાશિત કરવાના કારણે પુરુષનું આલંબન કહ્યું નથી. બુદ્ધિસત્ત્વ એ પ્રત્યયના કારણે પુરુષના સંક્રાન્ત થયેલા પ્રતિબિંબવાળું બનીને કે પુરુષના ચૈતન્યની છાયા ગ્રહણ કરીને ચૈતન્યનું આલંબન કરે છે, માટે એ પુરુષાર્થ (પુરુષ માટે) છે. આ વિષયમાં શ્રુતિ ટાંકે છે. ઈશ્વરે પણ કહ્યું છે : “વિજ્ઞાતાને કોના વડે જાણવો?” અર્થાત કોઈનાથી પણ નહીં. ૩૫
ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३६॥
એનાથી (પુરુષમાં કરેલા સંયમથી) પ્રાતિજ, શ્રાવણ, વેદન, આદર્શ, આસ્વાદ અને વાર્તા ઉત્પન્ન થાય છે. ૩૬
भाष्य प्रातिभात्सूक्ष्मव्यवहितविप्रकृष्टातीतानागतज्ञानम् । श्रावणाद्दिव्यशब्द श्रवणम् । वेदनादिव्यस्पर्शाधिगमः । आदर्शाद्दिव्यरूपसंवित् । आस्वादादिव्यरससंवित् । वार्तातो दिव्यगन्धविज्ञानमित्येतानि नित्यं जायन्ते ॥३६॥
પ્રતિભાના બળે સૂક્ષ્મ, વ્યવહિત, વિપ્રકૃષ્ટ, અતીત અને અનાગત