________________
૩૬૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૩૭
પદાર્થોનું જ્ઞાન થાય છે. શ્રાવણથી દિવ્ય શબ્દ સંભળાય છે. વેદનથી દિવ્ય સ્પર્શનો અનુભવ થાય છે. આદર્શથી દિવ્ય રૂપનું જ્ઞાન થાય છે. આસ્વાદથી દિવ્ય રસનું જ્ઞાન થાય છે. વાર્તાથી દિવ્ય ગંધનું જ્ઞાન થાય છે. આ બધાં જ્ઞાન નિત્ય ઉત્પન્ન થાય છે. ૩૬
तत्त्व वैशारदी स च स्वार्थसंयमो न यावत्प्रधानं स्वकार्यं पुरुषज्ञानमभिनिवर्तयति तावत्तस्य पुरस्ताद्या विभूतीराधत्ते ताः सर्वा दर्शयति-ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते । तदनेन योगजधर्मानुगृहीतानां मनः श्रोत्रत्वक्चक्षुर्जिह्वाघ्राणानां यथासंख्यं प्रातिभज्ञानदिव्यशब्दाद्यपरोक्षहेतुभावा उक्ताः । श्रोत्रादीनां पञ्चानां दिव्यशब्दाधुपलम्भकानां तान्त्रिक्यः संज्ञा: श्रावणाद्याः । सुगमं भाष्यम् ॥३६॥
સ્વાર્થસંયમ જ્યાં સુધી પોતાના મુખ્ય કર્તવ્યરૂપ પુરુષજ્ઞાનને ઉત્પન્ન કરતો નથી, ત્યાં સુધી એ પહેલાં જે જે વિભૂતિઓ લાવે છે, એ બધી “તતઃ પ્રાતિભશ્રાવણ..” વગેરે સૂત્રથી દર્શાવે છે. યોગ વડે ઉત્પન્ન થતા ધર્મથી અનુગૃહીત ચિત્તમાં શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિલ્લા અને નાસિકા વડે ક્રમશઃ દિવ્ય શબ્દ વગેરેનું અપરોક્ષ જ્ઞાન થાય છે, એમાં હેતુભૂત પ્રાતિજ જ્ઞાન વિષે સૂત્ર માહિતી આપે છે. દિવ્ય શબ્દ વગેરેનું જ્ઞાન મેળવનાર શ્રોત્ર વગેરે પાંચનાં તાંત્રિક નામ શ્રાવણ વગેરે છે. ભાષ્ય સરળ છે. ૩૬
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥३७॥ એ સમાધિમાં વિઘ્નો અને વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે. ૩૭
ते प्रातिभादयः समाहितचित्तस्योत्पद्यमाना उपसर्गाः, तद्दर्शनप्रत्यनीकत्वात् । व्युत्थितचित्तस्योत्पद्यमानाः सिद्धयः ॥३७॥
એ પ્રાતિભ વગેરે સમાહિતચિત્તવાળા યોગી માટે ઉત્પન્ન થતાં વિનો છે. કારણ કે એ પુરુષદર્શનનાં વિરોધી છે. વ્યસ્થિત ચિત્તવાળા યોગી માટે ઉત્પન્ન થતી સિદ્ધિઓ છે. ૩૭
तत्त्व वैशारदी कदाचिदात्मविषयसंयमे प्रवृत्तस्तत्प्रभावादमूरर्थान्तरसिद्धीरधिगम्य कृतार्थमन्यः