________________
૩૫૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૩૫
चित्या जडः प्रकाश्यते । न जडेन चितिः । पुरुषप्रत्ययस्त्वचिदात्मा कथं चिदात्मानं प्रकाशयेत् । चिदात्मात्वपराधीनप्रकाशो जडं प्रकाशयतीति युक्तम् । बुद्धिसत्त्वात्मनेत्यचिद्रूपतादात्म्येन जडत्वमाह । बुद्धिसत्त्वगतपुरुषप्रतिबिम्बालम्बनात्पुरुषालम्बनं, न तु पुरुषप्रकाशनात्पुरुषालम्बनम् । बुद्धिसत्त्वमेव तु तेन प्रत्ययेन संक्रान्तपुरुषप्रतिबिम्बं पुरुषच्छायापन्नं चैतन्यमालम्बत इति पुरुषार्थः । अत्रैव श्रुतिमुदाहरति तथा ह्युक्तमीश्वरेण विज्ञातारमिति । न केनचिदित्यर्थः ||३५||
જ્યાં પ્રકાશરૂપ, અત્યંત સ્વચ્છ અને રજોગુણ, તમોગુણને સદંતર દબાવી દઈ, વિવેકખ્યાતિરૂપે પરિણમેલા બુદ્ધિસત્ત્વથી પણ પુરુષ તદ્દન ભિન્ન છે, ત્યાં જડ સ્વભાવના રજસ્, તમની તો વાત જ શી ? એવા આશયથી સૂત્રકાર “સત્ત્વપુરુષયોઃ” એમ સત્ત્વનો ઉલ્લેખ કરે છે. સૂત્રકારના આવા અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભાષ્યકાર પણ ‘બુદ્ધિસત્ત્વ પ્રખ્યાશીલમ્'એમ સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. ફક્ત પ્રકાશશીલ નહીં પણ વિવેકખ્યાતિ રૂપે પરિણત સત્ત્વ, નિતાન્ત પ્રકાશરૂપ હોવાથી ચૈતન્ય જેવા સ્વરૂપનું છે, માટે એ બેમાં મિશ્રણ થવું સંભવિત છે. એના નિરાકરણ માટે “સમાન સત્ત્વોપનિબંધને” વગેરેથી કહે છે કે રજસ્, તમમ્ સત્ત્વ સાથે અવિનાભાવ સંબંધ (એકબીજા વિના ટકી ન શકે એવો સંબંધ) થી જોડાયેલા છે, છતાં એ બંનેને વશ કરીને સત્ત્વ ફક્ત સત્ત્વપુરુષ ભિન્નતાના જ્ઞાનરૂપે પરિણમે છે “તસ્માચ્ચ” વગેરેથી સત્ત્વ-પુરુષના મિશ્રણનો અભાવ કહે છે. “ચ” શબ્દ અપિ (પણ)ના અર્થમાં પ્રયોજ્યો છે. કેવળ સત્ત્વથી નહીં, રજસ્, તમસ્થી પણ અસંકર છે, એવો અર્થ છે. “પરિણામી’થી અપરિણામી પુરુષથી સત્ત્વ વિરુદ્ધ ધર્મવાળું છે, એમ જણાવ્યું. વિશેષ પ્રત્યયનો અભાવ એટલે શાંત, ઘોર અને મૂઢ રૂપે પરિણમતી બુદ્ધિ ચૈતન્યનું પ્રતિબિંબ પોતાની અંદર ગ્રહણ કરે છે; આ કારણે સ્વચ્છ પાણીમાં પ્રતિબિંબિત ચંદ્રમાં જેમ પાણીના કંપનનો આરોપ થાય, એમ ચૈતન્યમાં શાંત વગેરે આકારોનો આરોપ થતો હોવાથી એ બેના સ્પષ્ટ જ્ઞાનનો વિવેક થતો નથી, એવો અર્થ છે.
||
‘દર્શિતવિષયત્વા” બુદ્ધિ પુરુષ સમક્ષ વિષયો દર્શાવે છે, વગેરેથી ભોગનો હેતુ કહે છે. આ વાત અગાઉ વારંવાર ૧.૨, ૧.૪, ૨.૧૭, ૨.૨૩ કહેવામાં આવી છે. ભલે. બુદ્ધિસત્ત્વ પુરુષથી ભિન્ન છે, પણ ભોગ પુરુષથી ભિન્ન કેવી રીતે હોઈ શકે ? એના જવાબમાં “સ ભોગપ્રત્યયઃ સત્ત્વસ્ય..’વગેરેથી કહે છે કે એ ભોગરૂપ પ્રત્યય કે અનુભવ સત્ત્વનો છે, તેથી બીજા માટે છે, અને એ કારણે એ દૃશ્ય કે ભોગ્ય છે. સંહત (અન્ય સાથે મળીને કાર્ય કરતું) હોવાથી સત્ત્વ બીજા માટે છે, ભોગ એનો ધર્મ છે, માટે એ પણ બીજાને અર્થે છે. જે પુરુષ માટે છે, એ