________________
૩૫૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૩૫
पुण्डरीकमधोमुखं वेश्म मनस: । चित्तसंवेदनत्वे हेतुमाह-तत्र विज्ञानमिति । तत्र संयमाच्चित्तं विजानाति स्ववृत्तिविशिष्टम् ॥३४॥
હૃદય શબ્દ “દિદમસ્ટ્રિબ્રહ્મપુરે..” વગેરેથી સમજાવે છે. આત્મા બૃહત (મહા) હોવાથી બ્રહ્મ કહેવાય છે. એનું પુર એટલે રહેઠાણ. ત્યાં એ પોતાને “આ હું છું એમ જાણે છે. દહર એટલે ગર્ત (ખીણ), એ જ અધોમુખ કમળ મનનું નિવાસસ્થાન છે. “તત્ર વિજ્ઞાનમ્..” થી ચિત્તના જ્ઞાનનો હેતુ કહે છે. એમાં સંયમ કરવાથી વૃત્તિવિશિષ્ટ ચિત્તને જાણે છે. ૩૪
सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात्पुरुषज्ञानम् ॥३५॥
અત્યંત ભિન્ન બુદ્ધિસત્ત્વ અને પુરુષના વિશેષ જ્ઞાનનો અભાવ ભોગ છે. કારણ કે સત્ત્વ બીજા માટે છે. સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થાય છે.
भाष्य बुद्धिसत्त्वं प्रख्याशीलं समानसत्त्वोपनिबन्धने रजस्तमसी वशीकृत्य सत्त्वपुरुषान्यताप्रत्ययेन परिणतम् । तस्माच्च सत्त्वात्परिणामिनोऽत्यन्तविधर्मा शुद्धोऽन्यश्चितिमात्ररूपः पुरुषः । तयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः पुरुषस्य, दर्शितविषयत्वात् । स भोगप्रत्ययः सत्त्वस्य परार्थत्वाद् दृश्यः ।
यस्तु तस्माद्विशिष्टश्चितिमात्ररूपोऽन्यः पौरुषेयः प्रत्ययस्तत्र संयमात्पुरुषविषया प्रज्ञा जायते । न च पुरुषप्रत्ययेन बुद्धिसत्त्वात्मना पुरुषो दृश्यते, पुरुष एव तं प्रत्ययं स्वात्मावलम्बनं पश्यति । तथा ह्युक्तम्વિજ્ઞાતારપરે વેર વિનાનયાત્ (પૃ. રાજા૨૪; 8ાકાર) તિ શરૂબા
બુદ્ધિસત્ત્વ પ્રકાશશીલ છે. તેથી એ સત્ત્વગુણ સાથે સમાનપણે સંબંધમાં આવતા રજોગુણ અને તમોગુણને વશ કરીને, સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપે પરિણમે છે. આવા પરિણામી સત્વથી જુદો અને અત્યંત વિરુદ્ધ ગુણધર્મવાળો પુરુષ શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. એ બે તદ્દન ભિન્ન તત્ત્વોનું વિશેષ (સ્પષ્ટ) જ્ઞાન ન હોવું પુરુષનો ભોગ છે. કારણ કે બુદ્ધિ