________________
૩૫૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૨૮
આ સત્યલોકથી અવીચિ સુધીના સંપૂર્ણ ભુવનનો યોગીએ સૂર્યદ્વાર રૂપ સુષુણ્ણા નાડીમાં સંયમ કરીને સાક્ષાત્કાર કરવો જોઈએ. “અન્યત્રાપિ” વગેરેથી કહે છે કે સુષુમ્યા સિવાય બીજાં સ્થાનોમાં પણ યોગાચાર્યોના ઉપદેશ પ્રમાણે સંયમ કરવાથી ભુવનજ્ઞાન થાય છે. આવો સંયમ ત્યાં સુધી કરવો જોઈએ, જયાં સુધી આ સંપૂર્ણ વિશ્વ સાક્ષાત્ જોઈ ન લેવાય, બુદ્ધિસત્ત્વ સ્વભાવે વિશ્વને પ્રકાશિત કરવા માટે સમર્થ છે. તમોગુણના મળથી આવૃત થવાથી, જેટલો ભાગ રજોગુણથી ઉઘાડાય, એટલાને જ એ પ્રકાશિત કરે છે. સૂર્યદ્વારમાં કરવામાં આવતા સંયમથી એ પૂરેપૂરા વિશ્વને પ્રકાશિત કરે છે. આવો પ્રસંગ બીજા પ્રકારના સંયમોમાં થશે એમ માનવું નહીં. કારણ કે એ મર્યાદિત પદાર્થોને જ પ્રગટ કરવા સમર્થ હોય છે. આમ બધું સ્પષ્ટ છે. ૨૬
चन्द्रे ताराव्यूहज्ञानम् ॥२७॥ ચંદ્ર પર સંયમ કરવાથી તારાઓના બૂહનું જ્ઞાન થાય છે. ૨૭
भाष्य चन्द्रे संयमं कृत्वा ताराणां व्यूह विजानीयात् ॥२७॥ ચંદ્રમાં સંયમ કરી, તારાઓના ભૂહને જાણે. ૨૭
ध्रुवे तद्गतिज्ञानम् ॥२८॥ ધ્રુવમાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. ૨૮
માધ્ય ततो ध्रुवे संयमं कृत्वा ताराणां गतिं विजानीयात् । ऊर्ध्वविमानेषु कृतसंयमस्तानि विजानीयात् ॥२८॥
ત્યાર પછી ધ્રુવ પર સંયમ કરી તારાઓની ગતિ જાણે, ઊર્ધ્વવિમાનઘુલોકમાં સૂર્ય વગેરેના વિમાનરૂપ રથમાં સંયમ કરીને, એમને પણ જાણે. ૨૮