________________
પા. ૩ સૂ. ૨૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૫૧
મૈથુનપ્રિય. “ઔપપાદિક દેહા" એટલે માતાપિતાના સંયોગવગર અકસ્માત દિવ્ય શરીર ધારણ કરનારા. એમનું શરીર વિશેષ પ્રકારના ગુણોથી સંસ્કૃત અણુઓવાળા ભૂતોથી બને છે.
“મહતિ વગેરેથી મહલોક વર્ણવે છે. મહાભૂતવશી એટલે એમને જે કાંઈ પસંદ હોય એ મહાભૂતો આપે એવા. એમની ઇચ્છા પ્રમાણે મહાભૂતો તે તે આકારવાળાં બનીને રહે છે. ધ્યાનાહાર એટલે ફક્ત ધ્યાનથી તૃપ્ત અને પુષ્ટ બનનારા. પ્રથમ વગેરે ક્રમથી જનલોક વર્ણવે છે. ભૂતેન્દ્રિયવશી એટલે પૃથ્વી વગેરે ભૂતો અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને ઈચ્છા પ્રમાણે યોજનારા. “દ્વિતીય” વગેરેથી બીજા ક્રમે આવતા બ્રહ્માના તપોલોકને વર્ણવે છે. તેઓ ભૂતેન્દ્રિયપ્રકૃતિવશી છે. પ્રકૃતિ એટલે પાંચ તન્માત્રાઓને વશમાં રાખનારા. એમની ઇચ્છા મુજબ તન્માત્રાઓ શરીરાકારે પરિણમે છે, એમ આગમ જાણનારા કહે છે. બમણા એટલે આભાસ્વર દેવોથી બે ગણા આયુષ્યવાળા મહાભાસ્વર દેવો છે, અને એમનાથી બેગણા આયુષ્યવાળા સત્યમહાભાસ્વર દેવો છે, એવો અર્થ છે. ઊર્ધ્વ એટલે સત્યલોકવિષે અવરોધ વગરના જ્ઞાનવાળા અને અવચિથી તપલોક સુધી સૂક્ષ્મ કે વ્યવધાનવાળા બધા પદાર્થોને પ્રગટ રીતે જોનારા, એવો અર્થ છે. “તૃતીય...” વગેરેથી બ્રહ્માના ત્રીજા સત્યલોકને વર્ણવે છે. ભવનવિનાના એટલે નિવાસ માટે ઘરની વ્યવસ્થા વગરના. તેથી તેઓ “અકૃતભવનન્યાસાઃ” કહેવાય છે. આધારવિના સ્વપ્રતિષ્ઠ, પોતાના દેહમાં જ નિવાસ કરનારા. પ્રધાનવશી એટલે સ્વેચ્છાથી સત્ત્વ, રજ અને તમને પ્રવૃત્ત કે નિવૃત્ત કરનારા. સર્ગપર્યત આયુષ્યવાળા. આ વિષે શ્રુતિમાં કહ્યું છે : “એ બધા કૃતાત્માઓ પર અત્ત એટલે પ્રલયકાળ આવતાં બ્રહ્મા સાથે પરમપદમાં પ્રવેશે છે.” (કૂર્મ પુરાણ, ૧.૧૨.૨૦૩, વાયુપુરાણ, ૧૦૧.૮૫).
ચાર દેવજાતિઓના સાધારણ ધર્મો કહીને, “તત્રાગ્ટતાઃ” વગેરેથી નામવિશેષ વડે વિશેષ ધર્મો કહે છે. અશ્રુત નામના દેવો સ્થૂલ વિષયક ધ્યાનથી સુખી-તૃપ્ત થાય છે. શુદ્ધ નિવાસ દેવો સૂક્ષ્મ વિષયક ધ્યાનથી સુખી અને તૃપ્ત થાય છે. સત્યાભ દેવો ઈન્દ્રિયો વિષે ધ્યાન કરીને સુખી-તૃપ્ત થાય છે. સંજ્ઞાસંજ્ઞી દેવો ફક્ત અમિતા વિષેના ધ્યાનથી સુખી-તૃપ્ત થાય છે. આ બધા સંપ્રજ્ઞાત સમાધિમાં નિષ્ઠાવાળા છે
અસંપ્રજ્ઞાત સમાધિનિષ્ઠ વિદેહ અને પ્રકૃતિલયોને લોકમળે કેમ મૂક્યા નથી ? એના જવાબમાં “વિદેહપ્રકૃતિલયાડુ” વગેરેથી કહે છે કે બુદ્ધિવૃત્તિવાળા યોગીઓ પુરુષને વિષયો દર્શાવીને લોયાત્રા વહન કરતા વિભિન્ન લોકોમાં વસે છે. સાધિકાર ચિત્તવાળા હોવા છતાં વિદેહ અને પ્રકૃતિલયો એવા નથી.