________________
૩૪૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૨૬
ઊર્ધ્વરતા, એમનું જ્ઞાન ઉપરના લોકોમાં અવરોધ વગરનું અને નીચેના લોકોમાં અનાવૃત (પ્રગટ) હોય છે. સત્ય નામના ત્રીજા બ્રહ્મલોકમાં અશ્રુત, શુદ્ધનિવાસ, સત્યાભ અને સંજ્ઞા-સંજ્ઞી એમ ચાર દેવજાતિઓ વસે છે. તેઓ નિવાસ માટે ભવનવિનાના, સ્વપ્રતિષ્ઠ કે દેહાશ્રયે જીવનારા, એક બીજાથી ઉપરના સ્તરોમાં નિવાસ કરનારા, પ્રધાનને વશમાં રાખનારા, અને સર્ગ પર્યત જીવનારા છે. અય્યતો સવિતર્ક ધ્યાનથી સુખી રહે છે. શુદ્ધનિવાસ સવિચાર ધ્યાનથી, સત્યાભ આનંદમાત્ર ધ્યાનથી અને સંજ્ઞા-સંજ્ઞી દેવો અસ્મિતામાત્ર ધ્યાનથી સુખી રહે છે. તેઓ પણ રૈલોક્યમાં પ્રતિષ્ઠિત છે. આ બધા જ સાત લોક બ્રહ્મલોક છે. વિદેહ અને પ્રકૃતિલયો મોક્ષપદમાં પ્રતિષ્ઠિત હોવાથી એમને લોકમાં વસતા વર્ણવ્યા નથી. યોગીએ સૂર્યદ્વાર (સુષષ્ણા)માં સંયમ કરીને આવા ભુવનજ્ઞાનને સાક્ષાત્કાર દ્વારા મેળળવું જોઈએ. આ જ્ઞાન બીજાં સ્થાનોમાં સંયમ કરીને પણ મેળવી શકાય છે. આ બધું સાક્ષાત્ જોવાય નહીં, ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ.૨૬
तत्त्व वैशारदी भुवनज्ञानं सूर्ये संयमात् । आ ध्रुवादितो मेरुपृष्ठात् ।
तदेवमनेन संग्रहश्लोकान्तेन संक्षेपतः सप्त लोकानुपन्यस्य विस्तरेणाहतत्रावीचेरिति । घनशब्देन पृथिव्युच्यते । भूमिः स्थानमित्यर्थः । एते महानरका अनेकोपनरकपरिवारा बोद्धव्याः । एतानेव नामान्तरेणोपसंहरति- महाकालेति ।
तस्य सूर्यप्रचाराद् रात्रिन्दिवं लग्नमिव विवर्तते । यमेवास्य भागं सूर्यस्त्यजति तत्र रात्रिः । यमेव भागमलंकरोति तत्र दिनमिति । सकलजम्बूद्वीपपरिमाणमाहतदेतद्योजनशतसहस्रम् । किभूतं योजनानां शतसहस्रमित्याह-सुमेरोदिशि दिशि तदर्धेन पञ्चाशद्योजनसहस्रेण व्यूढं संक्षिप्तम् ।
यतोऽस्य मध्यस्थः सुमेरुः समुद्राश्च सर्षपराशिकल्पा इति द्विगुणा द्विगुणा इति संबन्धः । यथा सर्षपराशिर्न व्रीहिराशिरिवोच्छितो नापि भूमिसमस्तथा समुद्रा अपीत्यर्थः । विचित्रैः शैलैरवतंसैरिव सह वर्तन्त इति सविचित्रशैलावतंसा द्वीपाः । तदेतत्सर्वं सद्वीपविपिननगनगरनीरधिमालावलयं लोकालोकपरिवृतं विश्वम्भरामण्डलं ब्रह्माण्डमध्ये व्यूढं संक्षिप्तं, सुप्रतिष्ठितं संस्थानं संनिवेशो यस्य तत्तथोक्तम् ।
ये यत्र प्रतिवसन्ति तत्र तान्दर्शयति- तत्र पाताल इति ।