________________
૩૪૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૨૬
એમાં અવચિથી ઉપર મહાકાલ, અંબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિશ્ન એ છ મહાનરકભૂમિઓ છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને અંધકારની અતિશયતા છે, અને જેમાં પોતાનાં કર્મોથી ઉપાર્જિત દુ:ખો અનુભવનાર પ્રાણીઓ કષ્ટપૂર્વક લાંબા સમય સુધી રહેવા માટે જન્મે છે. ત્યાર પછી મહાતલ, રસાતલ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, અને પાતાલ નામનાં સાત પાતાળ છે. આઠમી આ સાત દ્વિીપવાળી પૃથ્વી કે વસુમતી છે, જેના મધ્યમાં સોનાનો પર્વતરાજ સુમેરુ આવેલો છે. એનાં શિખરો ચાંદી, વૈદૂર્ય, સ્ફટિક, સુવર્ણ, અને મણિમય છે. એના દક્ષિણ તરફના આકાશનો ભાગ વૈદૂર્યની પ્રજાના રંગથી નીલ કમળના પાન જેવો શ્યામ છે. પૂર્વભાગ સફેદ છે, પશ્ચિમ સ્વચ્છ છે, અને કરંડક (કદી ન મુરઝાતું દિવ્યપુષ્પોની પ્રભા જેવો પીળો ઉત્તર ભાગ છે. એની દક્ષિણે જાંબુનું વૃક્ષ છે, તેથી એને જંબુદ્વીપ કહે છે. એની ચોતરફ સૂર્ય ફરતો હોવાથી નિરંતર રાત્રિ-દિવસ થયા કરે છે. એની ઉત્તરે બે હજાર યોજન વિસ્તારવાળા નીલ અને શ્વેત શિખરોવાળા ત્રણ પર્વતો છે. એમની વચ્ચેના અંતરમાં નવ હજાર યોજન વિસ્તારવાળાં રમણક, હિરમય અને ઉત્તરકુરુ નામનાં ત્રણ વર્ષો (દશો) છે. દક્ષિણે બે હજાર યોજન વિસ્તારવાળા, નિષધ હેમકૂટ અને હિમશૈલ પર્વતો છે. એમની વચ્ચેના અંતરમાં નવ હજાર યોજન વિસ્તારવાળાં હરિવર્ષ, કિંગુરુષવર્ષ, અને ભારતવર્ષ એ ત્રણ વર્ષો છે. સુમેરુની પૂર્વે માલ્યવાનું પર્વતની સરહદવાળો ભદ્રાવ્યપ્રદેશ છે. પશ્ચિમે ગંધમાદન પર્વતની સીમાવાળો કેતુમાલ પ્રદેશ છે. મધ્યમાં ઈલાવૃત વર્ષ છે. આ બધા પ્રદેશો સુમેરુ સાથે ચારે દિશાઓમાં એક લાખ યોજના સુધી વિસ્તરેલા છે, જેનો અર્ધો ભાગ બૂઢ (સુમેરુથી ઘેરાયેલો) છે.
એક લાખ યોજન વિસ્તારવાળો આ જંબુદ્વીપ છે. એ એનાથી બમણા ખારા પાણીના વલયાકાર સમુદ્રથી ઘેરાયેલો છે. એનાથી બે બે ગણા શાક, કુશ, ક્રૌંચ, શાલ્મલ, ગોમેધ અને પુષ્કર દ્વીપો અને સરસવના ઢગલા જેવા વિચિત્ર શિખરોવાળા, પર્વતોથી યુક્ત છે. એ દ્વીપો સાત સમુદ્રોથી ઘેરાયેલા છે, જેમાં શેરડીનો રસ, સુરા, ઘી, દહીંનું મંડ, દૂધ અને મીઠું પાણી ભરેલું છે. એ બધા વલયાકાર છે. તેઓ લોકાલોક પર્વતના પરિવાર