________________
૩૪ર ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૨૫
કરી શકાતી નથી, અને બીજાને સુખી કરવા જેવું કાંઈ કરવાનું હોતું નથી. ૨૩
बलेषु हस्तिबलादीनि ॥२४॥ (હાથી વગેરેના) બળોમાં સંયમ કરવાથી એમનાં બળ પ્રાપ્ત થાય છે. ૨૪
भाष्य
हस्तिबले संयमाद् हस्तिबलो भवति । वैनतेयबले संयमाद्वैनतेयबलो भवति । वायुबले संयमाद्वायुबलो भवतीत्येवमादि ॥२४॥
હાથીના બળ પર સંયમ કરવાથી હાથી જેવો બળવાન થાય છે. વૈનતેય (ગડ)ના બળ પર સંયમ કરવાથી ગરૂડ જેવા બળવાળો બને છે. વાયુના બળમાં સંયમ કરવાથી વાયુ જેવા બળવાળો થાય છે, વગેરે જાણવું. ૨૪
तत्त्व वैशारदी बलेपु हस्तिबलादीनि । यस्य बले संयमस्तस्य बलं लभत इति ॥२४॥ જેના બળમાં સંયમ કરે, એના જેવો બળવાન થાય છે. ૨૪
प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम् ॥२५॥
(જ્યોતિષ્મતી) પ્રવૃત્તિના પ્રકાશનો ન્યાસ (પ્રયોગો કરવાથી સૂક્ષ્મ, વ્યવધાનવાળા, અને દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન થાય છે. ૨૫
भाष्य __ ज्योतिष्मती प्रवृत्तिरुक्ता मनसः (१।३६) । तस्या य आलोकस्तं योगी सूक्ष्मे वा व्यवहिते वा विप्रकष्टे वार्थे विन्यस्य तमर्थमधिगच्छति
રો
અગાઉ ૧.૩૬માં ચિત્તની જયોતિષ્મતી પ્રવૃત્તિ કહી છે. એના પ્રકાશનો ઉપયોગ કરીને યોગી સૂક્ષ્મ, આડશવાળા, અને દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન મેળવે છે. ૨૫