________________
પા. ૩ સૂ. ૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૩૪૧
મૈત્રી, કરુણા અને મુદિતા એ ત્રણ ભાવનાઓ છે. સુખી પ્રાણીઓ પ્રત્યે મિત્રતાની ભાવના કેળવીને મૈત્રીબળ મેળવે છે. દુ:ખી જીવો પ્રત્યે કરુણાની ભાવના કેળવીને કરુણાબળ મેળવે છે. પુણ્યશીલોને જોઈને આનંદિત થવાથી આનંદનું બળ મળે છે. ભાવનાના બળે સમાધિ થાય એ સંયમ છે. એનાથી એ બળો સફળ થાય છે. પાપીઓ પ્રત્યેની ઉપેક્ષા ભાવના નથી. તેથી એમાં સમાધિ થતો ન હોવાથી ઉપેક્ષાનું બળ ઉત્પન્ન થતું નથી, કારણ કે એમાં સંયમ થઈ શકતો નથી. ૨૩
तत्त्ववैशारदी
मैत्र्यादिषु बलानि । मैत्र्यादिषु संयमान्मैत्र्यादिबलान्यस्य भवन्ति । तत्र मैत्रीभावनातौ बलं येन जीवलोकं सुखाकरोति । ततः सर्वहितो भवति । एवं करुणाबलात्प्राणिनो दुःखाद् दुःखहेतोर्वा समुद्धरति । एवं मुदिताबलाज्जीवलोकस्य माध्यस्थ्यमाधत्ते । वक्ष्यमाणौपयिकं भावनाकारणत्वं समाधेराह - भावनातः समाधिर्यः स संयमः । यद्यपि धारणाध्यानसमाधित्रयमेव संयमो न समाधिमात्रं तथापि समाध्यनन्तरं कार्योत्पादात्समाधेः प्राधान्यात्तत्र संयम उपचरितः । क्वचिद्भावना समाधिरिति पाठः । तत्र भावनासमाधी समूहस्य संयमस्यावयवौ हेतू भवतः । वीर्यं प्रयत्नः । तेन मैत्र्यादिबलवतः पुंसः सुखितादिषु परेषां कर्तव्येषु प्रयत्नोऽबन्ध्यो भवतीति । उपेक्षौदासीन्यम् । न तत्र भावना नापि सुखितादिवद्भाव्यं किञ्चिदस्तीति ॥२३॥
મૈત્રી વગેરેમાં સંયમ કરવાથી યોગીને મૈત્રી વગેરેનાં બળ પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવનાથી મળેલા બળથી જીવલોકને સુખ આપે છે. એનાથી સૌનું હિત કરનાર બને છે. એ રીતે કરુણા બળ વડે પ્રાણીઓનો દુઃખોથી કે દુઃખના હેતુઓથી ઉદ્ધાર કરે છે. મુદિતા બળથી જીવલોકમાં મધ્યસ્થતા કરે છે. આગળ કહેવામાં આવનાર વિષયમાં ઉપયોગી હોવાથી ભાવનાથી સમાધિ પણ થાય છે, એમ કહે છે. ભાવનાર્થી થતા સમાધિને સંયમ કહે છે. જો કે ફક્ત સમાધિને નહીં પણ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણને સંયમ કહે છે, છતાં સમાધિ પછી કાર્યરૂપ ફળ ઉત્પન્ન થાય છે, માટે સમાધિ મુખ્ય હોવાથી, ગૌણ દૃષ્ટિએ સમાધિને સંયમ કહે છે. કોઈ ગ્રંથમાં “ભાવના સમાધિઃ” એવો પાઠ છે. એનો અર્થ ભાવના અને સમાધિ રૂપ સમૂહભૂત સંયમના અવયવો હેતુ બને છે, એવો છે.
વીર્ય એટલે પ્રયત્ન. મૈત્રી વગેરેના બળવાળા પુરુષનો અન્યને સુખીશાન્ત બનાવવાનો પ્રયત્ન સફળ થાય છે. ઉપેક્ષા એટલે ઉદાસીનતા. એની ભાવના