________________
૩૪૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૨૩
છે. જે એકભવિક કર્મ જન્મ, આયુષ્ય અને ભોગનો હેતુ છે, એને આયુષ્યફળવાળું કહે છે. કાળની અપેક્ષા વગર ફળ આપવા માંડ્યું હોય, ઘણો ભોગ આપી દીધો હોય અને શેષ ફળ અલ્પ હોય, એટલે કે જેણે પોતાનો વ્યાપાર શરૂ કરી દીધો હોય, અને ફળ એક શરીરથી જલ્દી ભોગવવું શક્ય ન હોવાથી વિલંબિત થતું હોય, એ કર્મ સોપક્રમ છે. ઉપક્રમ એટલે વ્યાપાર (કાર્ય), એની સાથે રહેલું એવો અર્થ છે. અને જેણે અલ્પ ફળ આપ્યું હોય, તેમજ લાંબા સમયની અપેક્ષાએ ફળ આપવા માટે પ્રવૃત્ત થયું હોય, એટલે કે ક્યારેક ક્યારેક અને મંદ વ્યાપારવાળું હોય એ કર્મ નિરુપક્રમ છે. આ વાત “તત્ર યથા” વગેરેથી ભીનું વસ્ત્ર જલ્દી કે ધીમે સુકાય, અને વધુ સ્પષ્ટતા માટે “યથા વાગ્નિ...” વગેરેથી અગ્નિ ઘાસને જલ્દી કે ધીમે બાળે, એ બે દાખલાઓ આપીને સમજાવે છે. પરાન્ત એટલે પ્રલય. એની અપેક્ષાએ મૃત્યુ અપરાન્તકાળ છે. એને જાણવા માટે યોગી ધમાધર્મમાં સંયમ કરે છે. યોગી પોતાનાં સોપક્રમ કર્મ જાણીને, ઘણાં શરીરોનું નિર્માણ કરીને, એકી સાથે ફળ ભોગવીને, સ્વેચ્છાથી મરે છે.
પ્રસંગવશાત્ “અરિષ્ટભ્યો વા..” વગેરેથી અરિષ્ટો-મરણચિન્હો વિષે કહે છે. અરિ-શત્રુ-ની જેમ ત્રાસ આપનાર હોવાથી અરિષ્ટ કહેવાય છે. એ અરિષ્ટ ત્રણ પ્રકારનાં છે. બધું વિપરીત જુએ એટલે જાદુની અસરથી ગામ-નગર વગેરેને સ્વર્ગ માને, કે મનુષ્ય લોકને દેવલોક માને. ૨૨
मैत्र्यादिषु बलानि ॥२३॥ મૈત્રી વગેરેમાં સંયમ કરીને યોગી મૈત્રી વગેરેનું બળ મેળવે છે. ૨૩
भाष्य मैत्री-करुणा मुदितेति तिस्रो भावनाः । तत्र भूतेषु सुखितेषु मैत्री भावयित्वा मैत्रीबलं लभते । दुःखितेषु करुणां भावयित्वा करुणाबलं लभते । पुण्यशीलेषु मुदितां भावयित्वा मुदिताबलं लभते । भावनातः समाधिर्यः स संयमः, ततो बलान्यवन्ध्यवीर्याणि जायन्ते । पापशीलेषूपेक्षा न तु भावना । ततश्च तस्यां नास्ति समाधिरित्यतो न बलमुपेक्षातः, तत्र संयमाभावादिति ॥२३॥