________________
૫ા. ૩ સૂ. ૨૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૩૯
સુકાય છે. અને નિરુપક્રમ કર્મ એ જ સંકેલેલા ભીના વસ્ત્ર જેવું છે, જેને સુકાતાં વાર લાગે છે. અથવા સૂકા ઘાસની ગંજીમાં મૂકેલો, ચોતરફ પવન સાથે જોડાયેલો અગ્નિ જલ્દી બાળે, અને એ જ અગ્નિ ઘાસની છૂટી છવાઈ સળીઓમાં મૂકેલો હોય તો ઘણા વખત પછી બાળે એવું સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે. એવું એક ભવિક આયુષ્ય નક્કી કરતું કર્મ સોપક્રમ અને નિરુપક્રમ એમ બે પ્રકારનું છે. એમાં સંયમ કરવાથી અપર અન્ત કે પ્રયાણ (મૃત્યુકાળ)નું જ્ઞાન થાય છે.
અથવા અરિષ્ટોથી એવું જ્ઞાન થાય છે. અરિષ્ટ ત્રણ પ્રકારનું છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. એમાં કાનબંધ કરીને પોતાના શરીરમાં ઘોષ ન સાંભળે, અથવા આંખો બંધ કરીને જ્યોતિ ન જુએ, એ આધ્યાત્મિક અરિષ્ટ છે. યમદૂતોને જુએ અથવા અતીત પિતૃઓને અકસ્માત્ જુએ, એ આધિભૌતિક અરિષ્ટ છે. અથવા અકસ્માત્ સ્વર્ગ કે સિદ્ધ પુરુષોને જુએ કે બધું ઊલટું જુએ, એ આધિદૈવિક અરિષ્ટ છે. આ રીતે પોતાના અપર અન્તકાળ(મૃત્યુ)ને આવેલો જાણે છે. ૨૨
तत्त्व वैशारदी
सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा । आयुर्विपाकं च कर्म द्विविधं सोपक्रमं निरुपक्रमं च । यत्खल्वैकभविकं कर्म जात्यायुर्भोगहेतुस्तदायुर्विपाकम् । तच्च किञ्चित्कालानपेक्षमेव भोगदानाय प्रस्थितं दत्तबहुभोगमल्पावशिष्टफलं प्रवृत्तव्यापारं केवलं तत्फलस्य सहसा भोक्तुमेकेन शरीरेणाशक्यत्वाद् विलम्बते तदिदं सोपक्रमम् । उपक्रमो व्यापारस्तत्सहितमित्यर्थः । तदेव तु दत्तस्तोकफलं तत्कालमपेक्ष्य फलदानाय व्याप्रियमाणं कादाचित्कमन्दव्यापारं निरुपक्रमम् । एतदेव निदर्शनाभ्यां विशदयति तत्र यथेति । अत्रैवातिवैशद्याय निदर्शनान्तरं दर्शयति- यथा वाग्निरिति । परान्तं महाप्रलयमपेक्ष्यापरान्तो मरणम् । तस्मिन्कर्मणि धर्माधर्मयोः संयमादपरान्तज्ञानम् । ततश्च योगी सोपक्रममात्मनः कर्म विज्ञाय बहून्कायान्निर्माय सहसा फलं भुक्त्वा स्वेच्छया म्रियते ।
-
प्रासङ्गिकमाह-अरिष्टेभ्यो वा । अरिवत्त्रासयन्तीत्यरिष्टानि त्रिविधानि मरणचिह्नानि । विपरीतं वा सर्वं माहेन्द्रजालादिव्यतिरेकेण ग्रामनगरादि स्वर्गमभिमन्यते, मनुष्यलोकमेव देवलोकमिति ॥ २२ ॥
આયુષ્યરૂપ ફળ આપનારું કર્મ સોપક્રમ અને નિરૂપક્રમ એમ બે પ્રકારનું