________________
૩૨૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
ન હોય એવાઓનો પણ સહભાવ સંસ્કારવડે થતો હોવાથી વિશેષણ-વિશેષભાવ પણ યોગ્ય સિદ્ધ થાય છે. બે ભાગના વિષયવાળા સંસ્કારોભિન્ન વિષયવાળા બનતા નથી, કારણ કે અનુભવો અને એનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એક શબ્દને વિષય કરે છે. ફક્ત ભાગોના અનુભવથી શબ્દ અવ્યક્ત હોય એવો જણાય છે. પણ ભાગોના અનુભવ થી ઉત્પન્ન થયેલા સંસ્કારોના સંગઠિત સ્વરૂપને બુદ્ધિ એકરૂપે ગ્રહણ કરે ત્યારે શબ્દ વ્યક્તરૂપવાળો બને છે, એટલી વિશેષતા છે. પહેલાંના અવ્યક્ત અનુભવો ક્રમશઃ સંસ્કારો ઉત્પન્ન કરીને વ્યક્ત અનુભવ પ્રગટ કરતા જોવામાં આવે છે, જેમ દૂરથી હાથી જેવું દેખાતું અવ્યક્ત ઝાડ, એ અવ્યક્ત સંસ્કારને કારણે જ પાછળથી વૃક્ષના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. આવી પ્રક્રિયા વર્ષો પદાર્થજ્ઞાન કરાવે એમાં સંભવિત નથી. વર્ષો પ્રત્યેકરૂપે અવ્યક્ત પદાર્થજ્ઞાન ઉત્પન્ન કરીને, છેવટે એને વ્યક્ત જ્ઞાન બનાવે છે એમ કહી શકાય નહીં. વ્યક્તપણું અને અવ્યક્તપણું પ્રત્યક્ષ જ્ઞાનમાં જ થાય એવો નિયમ છે. વર્ષોથી ઉત્પન્ન થતું પદાર્થજ્ઞાન પ્રત્યક્ષ નથી. તેથી વર્ષોથી પદાર્થ જ્ઞાન થાય તો સ્પષ્ટ જ થાય અથવા ન થાય, અસ્પષ્ટ ન થાય. ધ્વનિથી વ્યક્ત થતો પદસ્ફોટ તો પ્રત્યક્ષ છે, તેથી એમાં સ્પષ્ટતા અને અસ્પષ્ટતા કલ્પી શકાય છે, એમ એ બે અસમાન છે.
આમ પ્રત્યેક વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલ સંસ્કાર સાથે, સાંભળવાના કારણે ઉત્પન્ન થયેલી સંગઠિત બુદ્ધિમાં એકઠા થયેલા વર્ણો એક પદસ્ફોટ સ્વરૂપને પ્રાપ્ત થઈને પદાર્થજ્ઞાન પ્રગટ કરે છે. આ સ્કોટ વિશેષ પ્રકારના પ્રયત્નથી વ્યક્ત થાય છે. અને વિશેષ પ્રયત્ન નિશ્ચિત ક્રમની અપેક્ષા રાખે છે. તેથી ક્રમ બદલાઈ જાય તો એને વ્યક્ત કરનાર વિશેષ પ્રયત્નનો અભાવ થાય, અને તેથી અભિવ્યક્તિનો અભાવ થાય, આવો પ્રસંગે ઉપસ્થિત થાય. માટે વર્ષો નિશ્ચિત ક્રમના અનુરોધથી અને અર્થસંકેતશક્તિયુક્ત બનીને, સંકેત પ્રમાણે જ લૌકિક વિભાગોવાળા પદસ્ફોટને પ્રગટ કરે છે. આટલી સંખ્યાવાળા વર્ગો એટલે કે બે, ત્રણ, ચાર, પાંચ વર્ણો, સર્વ પદાર્થોને કહેવાની શક્તિથી સંપન્ન એવા ગકાર, ઔકાર અને વિસર્ગ, ગળામાં લટકતી ચામડી, આંચળ વગેરે વાળા પ્રાણીરૂપ અર્થને પ્રગટ કરે છે.
તો સંકેત અનુસાર વર્ણો જ વાચક છે. શબ્દ નામનો કોઈ એક વાચક નથી ? આના જવાબમાં “તદેતેષામ્..” વગેરેથી કહે છે કે ધ્વનિક્રમનો જેમાં ઉપસંહાર થાય છે, એવી બુદ્ધિમાં પ્રગટ થતો એકરૂપ જણાતો શબ્દ વાચક છે. ધ્વનિનિમિત્તથી થતો ક્રમ ધ્વનિક્રમ છે. એ ધ્વનિક્રમનો જેમાં ઉપસંહાર થાય છે, એવી બુદ્ધિ વડે પ્રકાશિત થતા સંકેત શક્તિવાળા, પૂલદર્શી લોકો સમજી શકે એ માટે, ગકાર, ઔકાર અને વિસર્ગ ગાય એવા અર્થને પ્રગટ કરે છે. કારણ કે