________________
પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૨૭
ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતા નથી. કારણ કે આ વિષયમાં વિકલ્પ અસ્વીકાર્ય છે. વર્ણના અનુભવથી પેદા થતો, સ્મૃતિ ઉત્પન્ન કરનારો સંસ્કાર, તરત જ ઉત્પન્ન થાય છે, અને અગ્નિહોત્ર વગેરેથી પેદા થયેલો અપૂર્વ નામનો સંસ્કાર તરત ઉત્પન્ન ન થતો હોવાથી- એ બે જુદા છે. આમાં કલ્પનાગૌરવ દોષ આવે છે. પહેલાં ન જોયેલાની (સંસ્કારની) કલ્પના કરવી પડે. ક્રમવાળા ઘણા વર્ષોના અનુભવથી એક (સંસ્કાર)ની ઉત્પત્તિ અસંભવિત હોવાથી, એની જાતિના અનેક અવાજોર (ગૌણ) સંસ્કારો કલ્પવા પડે એ ગૌરવ છે. એ અજ્ઞાત રહીને જ્ઞાપક હેતુના અંગપણાને પ્રાપ્ત થાય નહીં. સ્મૃતિરૂપ ફળ ઉત્પન્ન થવાથી, અનુમાનવડે જાણેલો સંસ્કાર, પોતાના કારણરૂપ અનુભવના વિષય પૂરતો મર્યાદિત હોવાથી, અન્ય વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરવા માટે સમર્થ બને નહીં. જો બને તો બધા મનુષ્યો ઘણા સંસ્કારોમાંના એકને અનુભવીને બધું જાણી શકે. વળી, પ્રત્યેક વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલ સંસ્કારોના પિંડથી ઉત્પન્ન થયેલ સ્મૃતિરૂપ દર્પણમાં આરોહણ કરીને, સહભાવ પ્રાપ્ત કરીને વર્ષો વાચક બનશે, એમ માનવું અયોગ્ય છે. કારણ કે એનાથી ક્રમથી, ક્રમવિના અને વિપરીત ક્રમથી, એમ કોઈ વિશેષતા વિના (સંસ્કારો) અર્થબુદ્ધિ ઉત્પન્ન કરે છે એવો પ્રસંગે ઉપસ્થિત થશે. વળી આવું સ્મૃતિજ્ઞાન પૂર્વના અનુભવમાં પૂર્વાપરતા જણાવવા સમર્થ નથી. તેથી વર્ષોથી પદાર્થજ્ઞાન થવું અસંભવ હોવાથી, પોતાના નિમિત્ત તરીકે એક એક શબ્દનો અનુભવ જ એને ઉત્પન્ન કરી શકે એ એક માર્ગ ખુલ્લો રહે છે. શબ્દના વિષયમાં વર્ષો જેવા દોષનો પ્રસંગ નથી. કારણ કે વિભિન્ન પ્રયત્નોના ભેદથી ઉત્પન્ન થતા ધ્વનિઓ શબ્દને પ્રગટ કરે છે. પરસ્પર અસમાન અને સમાન સ્થાન અને કરણથી ઉત્પન્ન થતા ધ્વનિઓ જાણે કે સમાન હોય એ રીતે તે તે શબ્દને વ્યક્ત કરતા, પ્રતિયોગી ભેદથી, તે તે સમાનતાઓના ભેદથી, એક, અવયવવિનાના છતાં અવયવોવાળા જણાતા, અનેક ધ્વનિરૂપ શબ્દને પ્રકાશિત કરે છે. જેમ નિશ્ચિત રંગ, માપ અને આકારના એક મુખને પણ મણિ, તલવાર, અને દર્પણમાં પડતાં પ્રતિબિમ્બો જુદા રંગનું, જુદા માપનું, અને જુદા - આકારનું હોય એમ દર્શાવે છે. સમાન ઉપાધિભેદથી કલ્પિત ભાગો જ ભાગવગરના શબ્દમાં વર્ણોરૂપે જણાય છે. તેથી વર્ણોની દૃષ્ટિએ શબ્દમાં ભેદ જણાતો હોવા છતાં, એના વિષેની બુદ્ધિ, ભેદવગરના અને ભાગવગરના પદ સ્ફોટને, ભેજવાળો અને વિભાગોવાળો હોય એમ દર્શાવે છે. તેથી “ગૌઃ” શબ્દ સ્ફોટના ભાગરૂપે ગકાર, “ગૌર” વગેરે પદસ્ફોટની સમાનતાવાળો બનતો નથી, પણ પોતાના સહકારી ઓકારથી વિશિષ્ટ જ નિશ્ચિત થાય છે. એ રીતે ઓકાર પણ “શોચિ” શબ્દના ભાગરૂપે ઓકારની સમાનતાવાળો હોવા છતાં, એના ભાગરૂપે નિશ્ચિત થતો નથી, પણ ગકારથી વિશિષ્ટ એવા ગોપદસ્ફોટના ભાગરૂપે નિશ્ચિત થાય છે. સહભાવી