________________
૩૨૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
વર્ણા એકસમયાસંભવિત્વાત્..” વગેરેથી જે લોકો (વર્ણો) ભિન્ન જાતિના હોવાના કારણે, એક પદનો અનુભવ જાણતા નથી, અને તેથી વર્ણોને જ વાચક તરીકે સ્વીકારે છે, એમના પ્રત્યે કહે છે કે વર્ષો વાચક નથી. આ બધા વર્ષો ખીંટી પર લટકાવેલા છીંકાની જેમ અથવા પત્થરો ભેગા મળીને મંચરૂપ બનીને બાજઠને ધારણ કરે એમ વાચ્ય વસ્તુ વિષયક બુદ્ધિને ધારણ કરે છે? પહેલો વિકલ્પ સ્વીકારી શકાય એવો નથી, કારણ કે એક વર્ષથી અર્થની પ્રતીતિ થઈ શકે નહીં. કદાચ થાય તો બીજા વર્ષોના ઉચ્ચારણની આવશ્યકતા રહે નહીં. કાર્યસિદ્ધ થયા પછી એમાં વિશેષતા ન ઉમેરનાર સાધન બિનજરૂરી બને છે. માટે બીજો વિકલ્પ બાકી રહે છે. એકઠા થયેલા પત્થરો એકી વખતે સાથે રહી શકતા હોવાથી બાજઠ ધારણ કરી શકે, પણ વર્ણો એકી સાથે રહી શકતા નથી. તેથી પરસ્પર સહકાર કરી શકે એવા ન હોવાથી, ભેગા મળીને પણ અર્થબુદ્ધિ ધારણ કરી શકે નહીં. તાદાભ્યથી એક શબ્દરૂપને સ્પર્શતા ન હોવાથી શબ્દરૂપને ઉપસ્થિત કરી શકતા નથી, અને આવિર્ભાવ, તિરોભાવ પામતા, લોઢાના જુદા જુદા સળિયા જેવા પ્રત્યેક શબ્દરૂપ બનતા નથી.
પરંતુ, જો વર્ણો તાદાસ્યભાવથી એક પદને સ્પર્શતા હોય તો આવો દોષ આવે નહીં, એમ “વર્ણ પુનઃ એકેકઃ પદાત્મા” વગેરેથી કહે છે. એકેએક અક્ષર શબ્દનો આત્મારૂપ બનીને, બધા અર્થો કહેવાની શક્તિવાળો ગાય, ગણ, ગૌર, નગ વગેરે શબ્દોમાં ગકાર તે તે અર્થ કહે છે. માટે એવી અભિધાન શક્તિવાળો છે. તેમજ સોમ, શોચિ વગેરે ઈશ્વર વગેરે અર્થવાળા શબ્દોમાં રહેલો ઓકાર પણ તે તે પદાર્થ કહેવાની શક્તિ ધરાવે છે. આમ બધે સમજવું જોઈએ.
ગકાર વગેરે પ્રત્યેક અક્ષર બીજા સહકારી ઔકાર વગેરે સાથે મળીને વૈશ્વરૂણ કે વિવિધરૂપોવાળો જાણે કે બનતો હોય એમ જણાય છે, ખરેખર નાનાત્વને પ્રાપ્ત થતો નથી. પૂર્વ વર્ણ ગકાર પોતાના તાત્ત્વિક રૂપે, પછીના ઔકાર સાથે મળીને “ગણ” વગેરેથી ભિન્ન, તેમજ પછીના ઔકાર અને પહેલાંના ગકાર સાથે મળીને “શોચિ” વગેરેથી ભિન્ન બનીને, ગાયપણાને કહેતા ગૌઃ શબ્દરૂપ ફોટ, (વર્ગોનું સંગઠન કરતી) બુદ્ધિમાં ફુટ-સ્પષ્ટ-અર્થ પ્રગટ કરનાર તરીકે પ્રતિષ્ઠિત થાય છે.
આશય એ છે કે નિશ્ચિત ક્રમમાં રહેલા વર્ષો એકી સાથે એક સમયે અસ્તિત્વમાં આવી શકતા ન હોવાથી, પદાર્થનું જ્ઞાન કરાવી શકે નહીં. વળી, અગ્નિ (યજ્ઞ) કાર્ય વડે ઉત્પન્ન થતા સંસ્કારોરૂપ અપૂર્વ જેમ સ્વર્ગરૂપ ફળ ઉત્પન્ન કરવા માટે એકઠું થાય, એમ નિયત ક્રમમાં ન રહેલા વર્ષો પણ પદાર્થરૂપ બુદ્ધિને