________________
પા. ૩ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૨૯
ગકાર વગેરે પણ શબ્દના ભાગ તરીકે, તાદાભ્યને લીધે વાચક બને છે. પરંતુ પ્રતીતિ અનુસાર એક શબ્દ જ વાચક છે. “તદેકે પદમ્” વગેરેથી આજ વાત સ્પષ્ટ કરતાં કહે છે કે લોકબુદ્ધિ અનુસાર એક પદ વાચક જણાય છે. એક કેમ ? “એકબુદ્ધિવિષયમ્” ગાય એવો એક શબ્દ એક આકારવાળી બુદ્ધિનો વિષય બને છે, માટે એક છે. “એક પ્રયત્નાક્ષિપ્તમ્”થી એનો ભંજક કહે છે. “રસ” પદના વ્યંજક પ્રયત્નથી જુદો “સર” પદનો વ્યંજક પ્રયત્ન હોય છે. એ પ્રયત્ન શરૂઆતથી
સર” એવા એકમવાળા પદને પ્રગટ કરવાના ફળરૂપ પૂર્વાપર મળીને એક છે. એનાથી આક્ષિપ્ત સમાન ઉપાધિ ભેદથી કલ્પિત, હકીકતમાં અસ્તિત્વ ન ધરાવતા ભાગોને કારણે પદ ભાગવિનાનું છે. અને પૂર્વાપર ભાગોના અભાવે, ક્રમ વિનાનું છે.
પણ વર્ણો એના પૂર્વાપર ભાગો છે, તો પદ ક્રમ અને ભાગ વિનાનું કેવી રીતે કહેવાય? જવાબમાં “અવર્ણ” વગેરેથી કહે છે કે વર્ષો શબ્દના ભાગ નથી, પણ સાદેશ્યની ઉપાધિના ભેદથી તે તે સાચી રીતે હાજર રહેતા આકારોથી પદ જ પ્રગટ થાય છે. મણિ, કૃપાણ અને દર્પણમાં જણાતાં મુખો, સાચી હયાતિવાળા મુખના અવયવો બનતા નથી. વર્ણોને એકાકારે સંગઠિત કરતી બુદ્ધિમાં પૂર્વના વર્ષોના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારો સાથે અન્તિમ વર્ણના જ્ઞાનના વ્યાપારથી થયેલો સંસ્કાર પદને ઉપસ્થિત કરે છે. વર્ષોનો અનુભવ અને એના સંસ્કારો પદવિષયક છે, એ વાત આગળ સ્પષ્ટ કરી છે.
ભલે. પણ પદ ભાગ, ક્રમ અને વર્ણ વિનાનું હોય, તો ક્યારે પણ એવું જણાતું કેમ નથી ? સ્ફટિક લાખના રસની ઉપાધિથી લાલ જણાય, પણ એને દૂર કરતાં એ પહેલાંના જેવો સ્વચ્છ ન જણાય એમ બનતું નથી. માટે વર્ણો સાચી રીતે હયાત છે. આના જવાબમાં “પરત્ર...” વગેરેથી કહે છે કે બીજાને જ્ઞાન આપવા માટે ઉચ્ચારાતી અને સાંભળનારાઓ વડે સંભળાતી વાણીનો અનાદિકાળથી ચાલ્યો આવતો વ્યવહાર વિભક્ત એવા વર્ષો અને શબ્દોના આશ્રયે થાય છે, અને એનાથી ઉત્પન્ન થયેલી વાસના પણ અનાદિ છે. એ વાસનાથી વાસિત લોકબુદ્ધિ વડે વડીલોના સંવાદોથી વિભક્ત વર્ણો વડે રચાયેલા શબ્દોવાળી વાણી જાણે કે પરમાર્થ સત્યની જેમ સિદ્ધ હોય એવી જણાય છે, આશય એ છે કે લાખ વગેરેની જેમ ઉપાધિ ઉપહિતપદાર્થ સાથે જોડાય છે, અને છૂટો પડે છે. એના વિયોગથી સ્ફટિક મણિ પોતાના સ્વાભાવિક સ્વચ્છ, સફેદ રૂપમાં પ્રકાશે એ યોગ્ય છે. પણ શબ્દજ્ઞાન તો પ્રયત્ન ભેદથી થયેલા ધ્વનિભેદથી અન્ય રીતે ઉત્પન્ન થાય એવું નથી, તેથી સાદશ્યના દોષથી દૂષિત વર્ણોરૂપે જ શાબ્દજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી, ઉપાધિ વગરના શબ્દની હયાતિ કેવી રીતે સંભવે ? કહ્યું છે :