________________
પતંજલિનાં યોગસૂત્રો વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
પહેલો સમાધિપાદ
अथ योगानुशासनम् ॥१॥ અહીં યોગશાસ્ત્રના ગ્રંથનો આરંભ કરવામાં આવે છે. ૧
भाष्य अथेत्ययमधिकारार्थः । योगानुशासनं शास्त्रमधिकृतं वेदितव्यम् । योगः समाधिः । स च सार्वभौमश्चित्तस्य धर्मः । क्षिप्तं मूढं विक्षिप्तमेकाग्रं निरुद्धमिति चित्तस्य भूमयः । तत्र विक्षिप्ते चेतसि विक्षेपोपसर्जनीभूतः समाधिन योगपक्षे वर्तते । यस्त्वेकाग्रे चेतसि सद्भतमर्थं प्रद्योतयति क्षिणोति च क्लेशाकर्मबन्धनानि श्लथयति निरोधमभिमुखं करोति स संप्रज्ञातो योग इत्याख्यायते । स च वितर्कानुगतो विचारनुगत आनन्दानुगतोऽस्मितानुगत इत्युपरिष्टात्प्रवेदयिष्यामः । सर्ववृत्तिनिरोधे त्वसंप्रज्ञातः સમાધિ: |
અથ' શબ્દ અધિકાર (આરંભ)ના અર્થમાં વપરાયો છે. યોગનાં અંગોનો ઉપદેશ કરનાર શાસ્ત્ર આરંભાય છે, એમ સમજવું જોઈએ. યોગ એટલે સમાધિ. એ ચિત્તની બધી ભૂમિઓમાં રહેતો એનો ધર્મ છે. ક્ષિપ્ત (વ્યગ્ર), મૂઢ (તિશૂન્ય), વિક્ષિપ્ત (પ્રસંગોપાત્ત સ્થિર રહેતું), એકાગ્ર અને નિરુદ્ધ (એ પાંચ) ચિત્તની ભૂમિઓ છે. વિક્ષિપ્ત ચિત્તમાં વિક્ષેપ પછી ગૌણપણે અનુભવાતી સ્થિરતા યોગપક્ષમાં ગણાતી નથી. પરંતુ એકાગ્ર બનેલા ચિત્તમાં જેની ખરેખર હયાતિ છે, એવા પદાર્થને પ્રકાશિત કરે, ક્લેશોને ક્ષીણ કરે, કર્મનાં બંધનોને શિથિલ કરે, અને નિરોધનું વલણ પેદા કરે, એવી સમ્પ્રજ્ઞાત સમાધિની અવસ્થાને યોગ તરીકે ઓળખવામાં આવે છે. એ વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના અવલંબનવાળો હોય છે, એમ આગળ કહેવામાં આવશે. બધી વૃત્તિઓનો નિરોધ થાય એને અસંગ