________________
પા. ૩ સૂ. ૧૬] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૫
પાઠ છે. એનાથી પણ કર્મથી ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપનું જ ગ્રહણ થાય છે. એ પણ આગમથી કે સુખદુઃખના ભોગથી થતા અનુમાન વડે જાણી શકાય છે. સંસ્કારનું અનુમાન સ્મૃતિથી કરી શકાય છે. આમ ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી અને ગુણવૃત્ત ચલ હોવાથી, એનાં પ્રતિક્ષણ થતાં પરિણામો અનુમાનથી જાણી શકાય છે. એમ જીવન કે પ્રાણધારણ ચિત્તનો ન દેખાય એવો પ્રયત્ન કે ધર્મ છે, જેનું અનુમાન શ્વાસ-પ્રશ્વાસથી કરી શકાય છે. એ રીતે ચિત્તની ચેષ્ટા કે ક્રિયા, જેમ જેમ ઇન્દ્રિયો કે શરીરના ભાગો સાથે જોડાય છે, તેમ તેમ, એમના સંયોગથી અનુમાન વડે જાણી શકાય છે. એ રીતે પ્રગટ થતાં કાર્યોની સૂક્ષ્મ અવસ્થારૂપ શક્તિ પણ ચિત્તનો ધર્મ છે. સ્થૂલ કાર્ય વડે એનું અનુમાન કરી શકાય છે. ૧૫
अतो योगिन उपात्तसर्वसाधनस्य बुभुत्सितार्थप्रतिपत्तये संयमस्य विषय ૩ક્ષિપ્યતે-તેથી બધાં સાધનોવાળા યોગીને જાણવા ઇચ્છેલા પદાર્થોના જ્ઞાનની પ્રાપ્તિ માટે સંયમનો વિષય પ્રસ્તુત કરવામાં આવે છે
परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् ॥१६॥
ત્રણ પરિણામો પર સંયમ કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. ૧૬
भाष्य धर्मलक्षणावस्थापरिणामेषु संयमाद्योगिनां भवत्यतीतानागतज्ञानम् । धारणाध्यानसमाधित्रयमेकत्र संयम उक्तः (३।४) । तेन परिणामत्रयं साक्षाक्रियमाणमतीतानागतज्ञानं तेषु संपादयति ॥१६॥
ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પરિણામો પર સંયમ કરવાથી યોગીઓને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે. અગાઉ ૩.૪માં કહ્યું છે કે ધારણા, ધ્યાન અને સમાધિ એક સ્થાનમાં થાય એને સંયમ કહે છે. આ સંયમવડે ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર થતાં, યોગીઓ અતીત અને અનાગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧૬
तत्त्व वैशारदी अतः परम् आपादपरिसमाप्तेः संयमविषयस्तद्वशीकारसूचनी विभूतिश्च वक्तव्या। तत्रोक्तप्रकारं परिणामत्रयमेव तावत्प्रथममुपात्तसकलयोगाङ्गस्य योगिनः