________________
૩૧૬]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
संयमविषयतयोपक्षिपति-परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् । ननु यत्र संयमस्तत्रैव साक्षात्करणम्। तत्कथं परिणामत्रयसंयमोऽतीतानागते साक्षात्कारयेदित्यत आह-तेन परिणामत्रयं साक्षात्क्रियमाणं तेषु परिणामेष्वनुगते ये अतीतानागते तद्विषयं ज्ञानं संपादयति । परिणामत्रयसाक्षात्करणमेव तदन्तर्भूतातीतानागतसाक्षात्करणात्मकमिति न विषयभेदः संयमसाक्षात्कारयोरित्यर्थः ॥१६॥
અહીંથી શરૂ કરીને પાદ સમાપ્ત થતાં સુધી સંયમના વિષયો અને એના વશીકારને સૂચવતી વિભૂતિઓ (સિદ્ધિઓ) કહેવાય છે. એમાં સૌ પહેલાં અગાઉ જણાવેલાં ભેદોવાળાં ત્રણ પરિણામોને, બધાં યોગાંગોનું અનુષ્ઠાન કરીને સિદ્ધ બનેલા યોગીના સંયમના વિષય તરીકે “પરિણામત્રય” વગેરે સૂત્રથી પ્રસ્તુત કરે છે.
જેના પર સંયમ કરવામાં આવે, એનો સાક્ષાત્કાર થાય, તો ત્રણ પરિણામો પર સંયમ કરવાથી અતીત અને અનાગતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? જવાબમાં “તેના પરિણામ ત્રયમ્..” વગેરેથી કહે છે કે સંયમવડે ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર થતાં, એ પરિણામોમાં અનુગત અતીત અને અનાગત વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્રણ પરિણામોનો સાક્ષાત્કાર, એમની અંદર રહેલા અતીત અને અનાગતના સાક્ષાત્કારરૂપ હોવાથી, સંયમ અને સાક્ષાત્કારના વિષયમાં ભેદ નથી. ૧૬
शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत्प्र
विभागसंयमात्सर्वभूतरुतज्ञानम् ॥१७॥ શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પર અધ્યાસથી એ ત્રણનું) મિશ્રણ થાય છે. એના વિભાગોમાં સંયમ કરવાથી બધાં પ્રાણીઓના અવાજોનું જ્ઞાન થાય છે. ૧૭
भाष्य तत्र वाग्वर्णेष्वेवार्थवती । श्रोत्रं च ध्वनिपरिणाममात्रविषयम् । पदं पुनर्नादानुसंहारबुद्धिनिर्ग्राह्यमिति ।
वर्णा एकसमयासंभवित्वात्परस्परनिरनुग्रहात्मानः, ते पदमसंस्पृश्यानुपस्थाप्याविर्भूतास्तिरोभूताश्चेति प्रत्येकमपदस्वरूपा उच्यन्ते ।
वर्णः पुनरेकैकः पदात्मा सर्वाभिधानशक्तिप्रचितः सहकारिवर्णान्तरप्रतियोगित्वाद्वैश्वरूंप्यमिवापन्नः पूर्वश्चोत्तरेणोत्तरश्च पूर्वेण विशेषे