________________
૩૧૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૫
થતાં પરિણામોની પરંપરામાં ઉપસ્થિત રહે છે. એ બધા ક્રમોમાં અનુગત હોવાથી, પ્રગટ થતાં ઘણાં પરિણામ આકસ્મિક નથી એમ નિશ્ચિતપણે જાણી શકાય છે, એમ કહેવાનો ભાવ છે. ધર્મ પરિણામના જુદાપણાની જેમ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામના જુદાપણામાં ક્રમનું જુદાપણું સમાનપણે કારણ છે. ભાષ્યકાર આ વાતને “એકસ્ય ધર્મિણઃ” વગેરેથી સ્પષ્ટ કરે છે. ક્રમ અને ક્રમિકનો અભેદ માનીને વસ્તુનો ક્રમ કહેવાય છે. અવસ્થા પરિણામોનો પણ આવો ક્રમ છે. દાખલા તરીકે, કોઠારમાં પ્રયત્નપૂર્વક સુરક્ષિત રાખેલી ડાંગર પણ, ઘણાં વર્ષો પછી હાથ અડકાડતાં જ ચૂર્ણ થતા અવયવોવાળી અને પરમાણુરૂપતાને પ્રાપ્ત થતી દેખાય છે. નવી વસ્તુઓમાં આવું પરિણામ અકસ્માત ઉત્પન્ન થતું નથી. માટે ક્ષણોની પરંપરાના ક્રમથી વસ્તુ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અથવા મોટી, એથી મોટી અને સૌથી મોટી, એમ આખરે વિશેષ પરિણામ જોવામાં આવે છે.
ત એતે..” વગેરેથી કહે છે કે આવો ક્રમનો ભેદ ધર્મી અને ધર્મ ભિન્ન છે એમ માનીને સમજાવ્યો. અલિંગ (પ્રકૃતિ)થી વિકારો સુધી આ ધર્મ-ધર્માભાવ સાપેક્ષ છે. “ધર્મોપિ ધર્મી ભવતિ...” વગેરેથી કહે છે કે ધર્મ પણ ધર્મી બને છે. માટી વગેરે ધર્મીઓ પણ તન્માત્રાની અપેક્ષાએ ધર્મો ગણાય છે. જ્યારે સાચા, મૂળ ધર્મારૂપ અલિંગ(પ્રકૃતિ)ને એના ધર્મો સાથે અભિન્ન માનીને વિચારવાનું હોય, એ સ્થિતિમાં એ મૂળ ધર્મી બધા ધર્મો માટે સમાન હોવાથી, ધર્મી સ્વયં ધર્મરૂપ જણાય છે, અને ફક્ત એક ધર્મીપરિણામ જણાય છે. કારણ કે ત્યારે ધર્મ, લક્ષણ અને અવસ્થા એ બધાં ધર્મીના રૂપમાં અભિન્નપણે પ્રવેશીને રહેલાં હોય છે. આનાથી ધર્મી કૂટસ્થનિત્ય નથી એ હકીકત પણ આડકતરી રીતે કહેવામાં આવી.
ધર્મપરિણામોનું પ્રતિપાદન કરતાં પ્રસંગવશાત “ચિત્તસ્ય ધયે ધર્મા” વગેરેથી ચિત્તધર્મના પ્રકારભેદો કહે છે. પરિદષ્ટ એટલે પ્રત્યક્ષ. અપરિદષ્ટ એટલે પરોક્ષ. એમાં પ્રમાણ વગેરે વૃત્તિઓ દેખી શકાય એવી હોવાથી પ્રત્યક્ષ અને રાગવગેરે વસ્તુમાત્રરૂપ અને ન દેખાય એવા હોવાથી અપરિદષ્ટ કે અપ્રકાશિતરૂપવાળા છે.
ભલે. ન દેખાય એવા છે, માટે છે જ નહીં. એના જવાબમાં “અનુમાન પ્રાપિતવસ્તુમાત્રસદ્ભાવાઃ...” વગેરેથી કહે છે કે વસ્તુમાત્રરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી અનુમાનથી હયાતિ જાણી શકાય છે. પછીથી થતા જ્ઞાનની દૃષ્ટિએ સમાન હોવાથી આગમ પણ અનુમાન છે. “નિરોધધર્મસંસ્કારા:...વગેરે કારિકાથી સાત અપરિદૃષ્ટ ચિત્તધર્મો કહે છે. નિરોધ એટલે વૃત્તિઓનો નિરોધ કે ચિત્તની અસંપ્રજ્ઞાત અવસ્થા, જેમાં ચિત્ત સંસ્કારશેષ રહે છે, એ આગમ અને અનુમાનથી જાણી શકાય છે. ધર્મ શબ્દથી પુણ્ય અને અપુણ્ય લલિત થાય છે. કેટલાક ગ્રંથોમાં “કર્મ” એવો