________________
પા. ૩ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૩
तमबृहबृहत्तरबृहत्तमादिक्रमेण प्रान्तेषु विशिष्टोऽयं लक्ष्यत इति ।
तदिदं क्रमान्यत्वं धर्मधर्मिभेदपक्ष एवेत्याह- त एत इति । आ विकारेभ्य आ चालिङ्गादापेक्षिको धर्मर्मिभावो मृदादेरपि तन्मात्रापेक्षया धर्मत्वादित्याहधर्मोऽपीति । यदा परमार्थधर्मिण्यलिङ्गेऽभेदोपचारप्रयोगस्तद्वारेण सामानाधिकरण्यद्वारेण धर्येव धर्म इति यावत् । तदैक एव परिणामो धर्मिपरिणाम एवेत्यर्थः । धर्मलक्षणावस्थानां धर्मिस्वरूपाभिनिवेशात् । तदनेन धर्मिणो दूरोत्सारितं कूटस्थनित्यत्वमित्युक्तप्रायम् ।
धर्मपरिणामं प्रतिपादयन्प्रसङ्गेन चित्तधर्माणां प्रकारभेदमाह-चित्तस्येति । परिदृष्टाः प्रत्यक्षाः । अपरिदृष्टाः परोक्षाः । तत्र प्रत्ययात्मकाः प्रमाणादयः । रागादयस्तु वस्तुमात्रा इत्यप्रकाशरूपतामाह । स्यादेतत्-अपरिदृष्टाश्चेन सन्त्येवेत्यत आह-अनुमानेन प्रापितो वस्तुमात्रेण सद्भावो येषां ते तथोक्ताः । पश्चान्मानसाधादागमोऽप्यनुमानम् । सप्तापरिदृष्टान्कारिकया संगृह्णाति- निरोधेति । निरोधो वृत्तीनामसंप्रज्ञातावस्था चित्तस्यागमतः संस्कारशेषभावोऽनुमानतश्च समधिगम्यते । धर्मग्रहणेन पुण्यापुण्ये उपलक्षयति । क्वचित्कर्मेति पाठः । तत्रापि तज्जनिते पुण्यापुण्ये एव गृह्यते । ते चागमतः सुखदुःखोपभोगदर्शनाद्वानुमानतो गम्यते । संस्कारस्तु स्मृतेरनुमीयते । एवं त्रिगुणत्वाच्चित्तस्य चलं च गुणवृत्तमिति (द्र० २।१५ टीका) प्रतिक्षणं परिणामोऽनुमीयते । एवं जीवनं प्राणधारणं प्रयत्नभेदोऽसंविदितश्चित्तस्य धर्मः श्वासप्रश्वासाभ्यामनुमीयते । एवं चेतसश्चेष्टा क्रिया यथा यथा तैस्तैरिन्द्रियैः शरीरप्रदेशैर्वा संप्रयुज्यते, सापि तत्संयोगादेवानुमीयते । एवं शक्तिरप्युद्भूतानां कार्याणां सूक्ष्मावस्था चेतसो धर्मः स्थूलकार्यानुभवादेवानुमीयत इति ॥१५॥
ધર્મીનું ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ એક પરિણામ થાય છે, કે અનેક પરિણામો થાય છે ? આ વિષયમાં શો નિર્ણય છે? ધર્મી એક છે, માટે એક પરિણામ થાય. એક કારણ ઘણાં કાર્યો ઉપજાવી શકે નહીં. કારણ કે એ બધાં આકસ્મિક છે, એવી શંકા થશે. આવો પ્રસંગે ઉપસ્થિત થતાં કહે છે : ક્રમના ભેદથી પરિણામોમાં ભેદ થાય છે. એક માટીનાં ચૂર્ણ, પિંડ, ઘડો, ઠીકરાં, કણના આકારવાળી પરિણામોની પરંપરા લોકપરીક્ષકો વડે પ્રત્યક્ષ જોવાય છે. ચૂર્ણ પહેલાં અને પિંડ પછી થાય એ જુદો ક્રમ છે. એમ પિંડ અને ઘડો, ઘડો અને ઠીકરાં, ઠીકરાં અને કણો પહેલાં અને પછી થાય એ ક્રમો પણ જુદા જુદા છે. એક ક્રમમાં પછી આવનાર, બીજા ક્રમમાં પહેલાં આવે છે. એક જણાતા પરિણામમાં, આવો ક્રમનો ભેદ અનેક પરિણામો ઉત્પન્ન કરે છે. માટી રૂપ એક ધર્મી નિશ્ચિત ક્રમમાં પ્રગટ