________________
પા. ૩ સૂ. ૧૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૦૯
ફલપ્રસવ-ભેદાનુમિતભાવ:” વગેરેથી કહે છે કે એના અસ્તિત્વનું અનુમાન ચૂર્ણ, પિંડ, ઘડો વગેરે રૂપવાળાં વિભિન્ન ફળોને ઉત્પન્ન થતાં જોઈને કરી શકાય છે. શક્તિના અસ્તિત્વમાં આ પ્રમાણ છે. કાર્યમાં ભેદ દેખાય છે માટે એ (શક્તિ) પણ ભિન્ન ભિન્ન છે. “તત્ર વર્તમાનઃ” વગેરેથી વર્તમાન કાળમાં અનુભવાતા માટીના પિંડનો શાન્ત અને અવ્યપદેશ્ય એવા માટીના ચૂર્ણ અને ઘડાથી ભેદ દર્શાવે છે. જો આવો ભેદ ન હોત, તો પિડની જેમ ચૂર્ણ અને ઘડામાં પણ પોતાના વ્યાપારનો અતિપ્રસંગ થાત. “યદા તુ સામાન્યન સમન્વાગતો ભવતિ..” વગેરેથી અવ્યક્ત એવા (એટલે કે આકારવગરના) પિંડમાં અગાઉ કહ્યું એવું ભેદનું સાધન સંભવિત નથી, એમ કહે છે. કોણ ક્યા ભેદસાધન વડે ભિન્ન જણાય ?
આમ ધર્મોનું ભેદસાધન કહીને એ ભેદોને વિભાગ પ્રમાણે ગોઠવે છે. ઉદિત એટલે વર્તમાન. “તે ચ” વગેરેથી કાળોની પૂર્વાપરતા જણાવે છે. “મિર્થ” વગેરેથી પૂછે છે કે અતીત પછી વર્તમાન કેમ ન આવે ? “પૂર્વપશ્ચિમનાયા અભાવાત”થી સિદ્ધાન્તી એનો હેતુ જણાવે છે કે એ બેમાં પૂર્વાપરસંબંધ નથી. વિષયથી વિષયીની અનુપલબ્ધિ સૂચવે છે. “યથાવાગતવર્તમાનયોઃ” થી ઉપલબ્ધિના વૈધર્મથી અનુપલબ્ધિ દર્શાવે છે. (ભવિષ્ય અને વર્તમાનમાં પૂર્વાપર સંબંધ ઉપલબ્ધ છે, એ અતીત અને વર્તમાનના વિષયમાં ઉપલબ્ધ નથી, એમ વૈધર્મ દર્શાવે છે). “તદનાગત” વગેરેથી ઉપસંહાર કરે છે. માટે અનાગત જ વર્તમાનની પૂર્વે હોય છે, અતીત નહીં. ભૂતકાળની પૂર્વે વર્તમાન જ હોય છે, ભવિષ્ય નહીં. આ કારણે ત્રણે કાળોમાં ભૂતકાળ સૌથી નાનો (ઓછા મહત્ત્વનો) છે, એમ સિદ્ધ થયું.
ભલે. અનુભવાતો વર્તમાન અને અનુભવાઈ ગયેલો ભૂતકાળ જાણી શકાય એવા છે. પણ ભવિષ્યના ધર્મો અવ્યપદેશ (ન કહી શકાય એવા) હોવાથી જાણી શકાય એવા નથી, એવા આશયથી “અથ અવ્યપદેશ્યા કે ?”થી પૂછે છે કે
ક્યા પદાર્થોમાં ભવિષ્યના ધર્મોની પરીક્ષા કરી શકાય ? જવાબમાં “સર્વ સર્વરૂપ છે” એમ કહે છે. “યત્રોક્તમ્”- આ વિષયમાં કહ્યું છે, એમ જણાવીને “જલભૂમ્યો.” વગેરેથી સ્પષ્ટ કરે છે. રસ, રૂ૫, સ્પર્શ અને ગંધવાળા પાણીના અને ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દવાળી પૃથ્વીના સંયોગના પરિણામે વનસ્પતિ, લતા, ગુલ્મ વગેરેનાં મૂળ, ફળ પાન વગેરેમાં રસોની વિવિધતા જોવા મળે છે. એ રૂપાદિ વગરનાં પૃથ્વી અને પાણીનાં પરિણામ ન હોઈ શકે. અગાઉ ૩.૧૩માં જણાવ્યું છે કે અસત્ ઉત્પન્ન થતું નથી. એ રીતે સ્થાવરોના પરિણામોથી મનુષ્ય, પશુ, મૃગ વગેરેમાં રસ વગેરેની વિભિન્નતા જોવા મળે છે. તેઓ ફળ વગેરે ખાઈને પ વગેરે ભેદોની વિવિધતા પ્રાપ્ત કરે છે. આ રીતે જંગમોનાં પરિણામો સ્થાવરોમાં વિવિધતા