________________
૩૦૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
સૂક્ષ્મ કે ન જોઈ શકાય એવું બને છે, તેથી ઉપલબ્ધ થતું નથી.
આમ ધર્મપરિણામ સિદ્ધ કરી ‘લક્ષણપરિણામ'' વગેરેથી લક્ષણો પરસ્પરનું અનુગમન (અનુસરણ) કરે છે એ તર્કથી લક્ષણપરિણામ સિદ્ધ કરે છે. એક એક લક્ષણ (કાળ) બીજાં લક્ષણોથી અનુગત (સંબંધિત) રહે છે, એવો અર્થ છે. પણ એક લક્ષણ પ્રગટ થાય, ત્યારે બીજાં લક્ષણોનો અનુભવ થતો નથી. તો એમનો યોગ હોય છે એમ શી રીતે કહેવાય ? આના જવાબમાં “યથા પુરુષઃ..’ વગેરેથી કહે છે કે અનુભવ ન થવાના કારણે પ્રમાણથી સિદ્ધ થયેલા પદાર્થનું અસ્તિત્વ નથી એવું ન કહેવાય. બીજા સમયે એ પ્રગટ થાય છે, એ જ એના અસ્તિત્વનું પ્રમાણ છે. કારણ કે અસત્,મનુષ્યના શીંગડાની જેમ, ઉત્પન્ન થઈ શકે નહીં.
[પા. ૩ સૂ. ૧૩
“અત્ર લક્ષણપરિણામે..” વગેરેથી અન્ય મતના અનુયાયીઓએ કહેલો દોષ જણાવે છે કે જ્યારે ધર્મ વર્તમાન હોય ત્યારે ભૂત અને ભવિષ્ય પણ હયાત હોય તો ત્રણ કાળોનું મિશ્રણ થશે. અનુક્રમે કાળો ઉત્પન્ન થતા હોય તો અસત્ની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. “તસ્ય પરિહાર:' વગેરેથી આનો જવાબ આપે છે કે ધર્મોનું વર્તમાનપણું જ અનુભવસિદ્ધ હોય છે, અને એનાથી પહેલાંના અને પછીના કાળ સાથેનો એમનો સંબંધ જણાય છે. આમ અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ નષ્ટ પણ થતું નથી. “એવં હિ ન ચિત્ત” વગેરેથી આ વાત કહે છે. ક્રોધ પછીના સમયમાં ચિત્ત રાગવાળું અનુભવાય છે. રાગ વખતે ક્રોધ અનાગત હોવાથી ન હોત તો ઉત્પન્ન કેવી રીતે થાય. અને ઉત્પન્ન ન થાય તો અનુભવાય શી રીતે ?
ભલે. છતાં અધ્વો મિશ્રિત થતા નથી, એનું શું કારણ છે, એમ “કિં ચ”... વગેરેથી પૂછે છે. ઉત્તર આપતાં “ત્રયાણાં લક્ષણાનાં..” વગેરેથી કહે છે કે એક ચિત્તમાં ત્રણ લક્ષણો એકી સાથે ઉત્પન્ન થાય એ શક્ય નથી. પણ ક્રમથી એ લક્ષણોમાંથી એક પોતાને વ્યક્ત કરનાર કારણને લીધે પ્રગટ થાય એ સંભવિત છે. લક્ષણો કે કાળોનું નિરૂપણ લક્ષ્ય (પદાર્થ)ને આધીન હોવાથી, લક્ષ્યના આકારથી એ અમુક કાળનો છે એ નક્કી થાય છે. ‘ઉક્ત ચ” વગેરેથી આ વિષે પંચશિખાચાર્યની સંમતિ દર્શાવે છે. આ ચર્ચા અગાઉ થઈ ગઈ છે. “તસ્માત્ અસંકરઃ”થી ઉપસંહાર કરતાં કહે છે કે આવિર્ભાવ, તિરોભાવરૂપ વિરુદ્ધ ધર્મો સાથે સંબંધ થવાના કારણે કાંળોનું મિશ્રણ થતું નથી. “યથા રાગસ્ય..” વગેરેથી ઉદાહરણ આપે છે. અગાઉ રાગ સાથે ક્રોધના સંબંધનું જ્ઞાન દર્શાવ્યું છે. અહીં એક વિષયમાં રહેલા રાગનો અન્ય વિષય તરફના બીજા રાગ સાથે સંબંધ બતાવે છે. “તથા લક્ષણસ્ય” વગેરેથી ઉદાહરણથી સમજાવવા ઇચ્છેલા વિષયમાં એનો ઉપયોગ કરી સમજાવે છે. અનેકાન્ત મત સ્વીકાર્યા છતાં, ભેદ હોવાથી અને ધર્મ, લક્ષણ અને
.