________________
પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૦૧
“અપર આહ” વગેરેથી એકાન્તવાદી બૌદ્ધનો મત પ્રસ્તુત કરે છે. ચક વગેરે ધર્મો જ ઉત્પન્ન થતા હોવાથી હયાતિ ધરાવે છે, સુવર્ણ નામનું અનેક રૂપોમાં અનુગત એક દ્રવ્ય નહીં. નિવૃત્ત થતા ધર્મોમાં દ્રવ્ય અનુગત રહે તો ચિતિશક્તિની જેમ પરિણામ પામે નહીં, પણ નિત્ય રહે. પરિણામી રૂપનો ત્યાગ કરીને, નિત્ય રૂપમાં પરિવર્તન પરિવૃત્તિ કહેવાય છે. જુદા જુદા રૂપોમાં પરિણમતા ગુણોમાં ચિતિશક્તિ પોતાના સ્વરૂપથી મૃત થયા વિના ફૂટસ્થનિત્યરૂપે રહે છે, એમ સુવર્ણ વગેરે દ્રવ્યો પણ નિત્ય રહે છે એમ કહેવું પડે. પણ એ ઈષ્ટ નથી. તેમ ધર્મોથી ભિન્ન દ્રવ્ય નથી. “અયં અદોષ” વગેરેથી આ તર્કનો પરિહાર કરે છે. આ દોષ નથી. કેમ? કારણ કે અમે એકાન્તવાદ સ્વીકારતા નથી. જો અમે ચિતિશક્તિની જેમ દ્રવ્યની એકાન્તિક નિત્યતા સ્વીકારતા હોઈએ, તો આમ ઠપકાપાત્ર ઠરીએ. પણ અમે દ્રવ્યની એકાન્તિક નિત્યતા સ્વીકારતા નથી. ફક્ત દ્રવ્ય નહીં, પણ આખું રૈલોક્ય અર્થક્રિયા કરતા વ્યક્ત રૂપ વિનાનું બને છે. કેમ ? કારણ કે એની નિત્યતાનો પ્રમાણો વડે નિષેધ કરવામાં આવે છે, જો ઘડો વર્તમાન વ્યક્ત અવસ્થારહિત ન થતો હોત, તો ઠીકરાં, ટુકડા અને ચૂર્ણ વગેરે અવસ્થાઓમાં પણ વ્યક્ત ઘડાની જેમ, પહેલાંની માફક ઉપલબ્ધ થઈ અર્થક્રિયા કરતો હોત. તેથી રૈલોક્ય અનિત્ય છે.
ભલે. અનિત્ય હોય તો આકાશકમળની જેમ અતિ તુચ્છ હોવાથી ગૈલોક્ય ઉપલબ્ધિ અને અર્થક્રિયા વગરનું હોવું જોઈએ. આના જવાબમાં “અખેતમપ્યસ્તિ..” વગેરેથી કહે છે કે વર્તમાન વ્યક્ત અવસ્થા વિનાનું હોવા છતાં, અસ્તિત્વ ધરાવે છે. એટલે કે અત્યંત તુચ્છ પણ નથી, માટે એકાન્તિકપણે અનિત્ય નથી. કેમ ? કારણ કે “વિનાશપ્રતિષેધાત્રમાણેન...", પ્રમાણથી એના વિનાશનો નિષેધ કરવામાં આવે છે. જે તુચ્છ હોય એ ક્યારે પણ ઉપલબ્ધ થઈ, અર્થક્રિયા કરી શકે નહીં. દાખલા તરીકે આકાશકમળ. આ ત્રૈલોક્ય તો ક્યારેક ઉપલબ્ધ થઈ, અર્થક્રિયા કરે છે. ઉત્પન્ન થવું, દ્રવ્યરૂપ હોવું, ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ સાથે સંયોગ થવો વગેરે હકીકતો, એ અત્યંત તુચ્છ આકાશકમળ કે મનુષ્યના શીંગડાની જેવું નથી, પણ એનાથી ભિન્ન અને અસ્તિત્વવાળું છે એમ દર્શાવે છે. વળી અત્યંત નિત્ય પણ નથી જેથી ચિતિશક્તિની જેમ ફૂટસ્થ હોય. પરંતુ કોઈ અગમ્ય રીતે નિત્ય હોવા છતાં પરિણામી છે, એમ સિદ્ધ થયું. આ કારણે માટીની પિંડ વગેરે અવસ્થાઓમાં ઘડા વગેરેનું અનાગત રૂપે અસ્તિત્વ હોય છે, એમ સ્વીકારવું જોઈએ.
ભલે. વ્યક્તસ્થિતિવિનાનું પણ જો હોય, તો પહેલાંની જેમ ઉપલબ્ધ કેમ થતું નથી ? એના જવાબમાં કહે છે કે સંસર્ગ-પોતાના કારણમાં લય થવા-ના કારણે