________________
પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૦૩
અવસ્થાઓમાં થતા ફેરફારથી, ધર્મોથી અભિન્ન ધર્મમાં પણ અન્યત્વનો પ્રસંગ થશે, જે ઇષ્ટ નથી. કારણ કે વિભિન્ન અવસ્થાઓમાં એક વસ્તુ અનુગત રહેલી છે, એ હકીકત સાથે વિરોધ થશે. તેથી “ન ધર્મી વ્યÜા..” વગેરેથી કહે છે કે ધર્મી ત્રણ અધ્વવાળો નથી, પણ એનાથી અભિન્ન એવા ધર્મો ત્રણ અધ્વવાળા છે. “તે લક્ષિતાઃ’ વગેરેથી ધર્મોનો ત્રણ અધ્વો (કાળો) સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. લક્ષિત એટલે પ્રગટ થયેલા કે વર્તમાન અને અલક્ષિત એટલે પ્રગટ ન થયેલા કે અનાગત અને અતીત ધર્મો. લક્ષિત થતા વર્તમાન ધર્મો પણ પ્રબળ કે દુર્બળ વગેરે અવસ્થાઓના કારણે થતા ફેરફારોથી અન્ય હોય એવા જણાય છે, દ્રવ્ય (ધર્મી)ના ફેરફારને લીધે નહીં. અવસ્થા શબ્દથી ધર્મ, લક્ષણ અને અવસ્થા એ ત્રણેનો નિર્દેશ કરવામાં આવે છે. કહેવાનો આશય એ છે કે અનુભવથી જ ધર્મી અને ધર્મોનો ભેદ કે અભેદ નિશ્ચિત થાય છે. ધર્મી અને ધર્મમાં અત્યંત અભેદ હોય તો, ધર્મો ધર્મીના રૂપવાળા હોવાથી ધર્મો બની શકે નહીં અને અત્યંત ભેદ હોય તો પણ ગાય અને ઘોડાની જેમ ધર્મો ધર્મીની વિશેષતા બની શકે નહીં. અનુભવ અનેકાન્ત મતને સાચો સિદ્ધ કરે છે, અને ઉત્પન્ન થઈ નષ્ટ થતા ધર્મોના આશ્રયરૂપે રહેલા ધર્મોનું જ્ઞાન કરાવે છે, તેમજ ધર્મો પરસ્પર એક બીજાનો છેદ ઉડાડતા પ્રત્યેક પદાર્થમાં રહેલા છે એમ દર્શાવે છે. અમે એ અનુભવને અનુસરીએ છીએ, અને એનું ઉલ્લંઘન કરી, સ્વેચ્છાથી ધર્મોના અનુભવને નિશ્ચિત કરવા ઇચ્છતા નથી.
“યથૈકા રેખા..” વગેરેથી આ વિષયમાં લૌકિક દૃષ્ટાન્ત આપે છે જેમ. એક રેખાનું રૂપ તે તે સ્થાનને લીધે સો વગેરે કહેવાય છે, એમ એક ધર્મીનું રૂપ, તે તે ધર્મ, લક્ષણ અને અવસ્થાભેદને લીધે અન્ય જણાય છે, એવો અર્થ છે. યથા શૈકÒપિ” વગેરેથી વિષયને વધુ સ્પષ્ટ-દૃઢ-કરવા એક સ્ત્રી માતા, બહેન વગેરે કહેવાય છે, એવું બીજું દૃષ્ટાન્ત આપે છે.
“અવસ્થાપરિણામ' વગેરેથી અન્ય મત પ્રમાણે વાંધો ઉઠાવે છે. અવસ્થાપરિણામ એટલે ધર્મ, લક્ષણ અને અવસ્થાનાં પરિણામો. એમનાથી ધર્મી, ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નિત્ય છે એમ માનવાનો પ્રસંગ થશે, એમ તેઓ કહે છે. પૂછે છે ઃ કેવી રીતે ? “અધ્વનો વ્યાપારેણ’” વગેરેથી જવાબ આપે છે. દહીંનો અનાગત અધ્યનો વ્યાપાર દૂધમાં વિદ્યમાન છે. ફક્ત એટલું વ્યવધાન છે, એ કારણે દહીંના લક્ષણવાળો ધર્મ દૂધમાં છે, પણ પોતાના કાર્યનો આરંભ કરતો નથી, ત્યારે એ અનાગત કહેવાય છે, જ્યારે કરે ત્યારે વર્તમાન, અને પોતાના દહીં બનાવવાના કાર્યનો આરંભ કરીને નિવૃત્ત થાય, ત્યારે અતીત કહેવાય છે. આમ ત્રણે કાળમાં વિદ્યમાન હોવાથી ધર્મ અને ધર્મીનાં લક્ષણોની અને અવસ્થાઓની નિત્યતા સિદ્ધ