________________
પા. ૩ સૂ. ૧૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૯૯
અધ્વને ત્યજીને, વર્તમાનલક્ષણવાળા અને પ્રાપ્ત થાય છે. શું અધ્વની જેમ ધર્મપણાને પણ ત્યજે છે ? જવાબમાં ના કહે છે. ધર્મપણાને ત્યજ્યા વિના વર્તમાનલક્ષણ અધ્વને પ્રાપ્ત થાય છે. જે નિરોધ અનાગત હતો, એ નિરોધપણાને છોડ્યા વગર હાલમાં વર્તમાનમાં પ્રગટ થયો. વર્તમાનમાં એનું સ્વરૂપ કેવું છે, એ વાત “યત્રાસ્ય સ્વરૂપેણ...” વગેરેથી કહે છે કે પોતાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. પોતાને યોગ્ય ક્રિયા કરવામાં સમર્થ સ્વરૂપે અભિવ્યક્ત થઈ, આચરણ કરે છે. પહેલા અનાગતની અપેક્ષાએ, આ એનો બીજો અર્ધી છે.
ભલે. અનાગત અધ્યને છોડીને વર્તમાનમાં પ્રગટ થયો, અને એને પણ છોડીને અતીત અધ્વને પ્રાપ્ત થશે, તો અધ્વો ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે એમ સિદ્ધ થશે. અને એ ઇષ્ટ નથી. કારણ કે અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ વિનષ્ટ થતું નથી. એના જવાબમાં “ન ચાતીતાનાગતાભ્યાં...” વગેરેથી કહે છે કે સામાન્યપણે વર્તમાન, સાથે રહેતા અતીત અને અનાગતથી વિયુક્ત થતો નથી.
“તથા વ્યુત્થાનમ્...” વગેરેથી ભવિષ્યમાં રહેલા નિરોધનું વર્તમાનલક્ષણ દર્શાવીને, વર્તમાનમાં પ્રવર્તતા વ્યુત્થાનની ભૂતકાલીનતા રૂપ ત્રીજો અધ્વ કહે છે. તો શું નિરોધ જ ભવિષ્યમાં રહે છે, વ્યુત્થાન નહીં ? જવાબમાં ના કહે છે. વ્યુત્થાન પણ ભવિષ્યમાંથી ફરીવાર વર્તમાનમાં આવે છે. વ્યુત્થાન ફરીવાર થાય છે એમ એની જાતિની અપેક્ષાએ કહ્યું છે, વ્યક્તિની અપેક્ષાએ નહીં. કારણ કે ગયેલી અવસ્થા પાછી ફરતી નથી. સ્વરૂપથી વર્તમાનમાં પ્રગટ થાય છે, એનો અર્થ એ કે પ્રયોજન સિદ્ધ કરે એવી ક્રિયા કરવા માટે સમર્થ રૂપે અભિવ્યક્ત થાય છે. આવું લક્ષણપરિણામ, પોતાની જાતિના ભાવોરૂપે વારંવાર પ્રગટ થાય છે. તેથી “એવં પુનઃ...” એમ કહ્યું.
“તથા અવસ્થાપરિણામઃ...” વગેરેથી ધર્મપરિણામ વડે સૂચવાતા અવસ્થાપરિણામ વિષે કહે છે. વર્તમાન અધ્વવાળા ધર્મોનું બળવાનપણું કે નબળાપણું એમની અવસ્થા છે. એ બળ પ્રતિક્ષણ વધે કે ઘટે એ એનું અવસ્થાપરિણામ છે. ‘એષઃ” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ ધર્મોનું અવસ્થાપરિણામ છે. “તંત્ર ધર્મિણઃ’’ વગેરેથી અનુભવ પ્રમાણે પરિણામ ભેદો સાથે સંબંધિત અન્ય ભેદો નક્કી કરે છે.
શું ગુણોનું આવું પરિણામ કોઈક વાર જ થાય છે ? જવાબમાં “એવં...’’ વગેરેથી ના કહે છે. આવું પરિણામ શા કારણે હંમેશ થયા કરે છે ? એના જવાબમાં “ચલં ચ ગુણવૃત્તમ્...'' થી કહે છે કે ગુણોનું ચક્ર સતત ગતિશીલ રહે છે. “ચ” હેતુના અર્થમાં પ્રયોજ્યો છે. વૃત્ત એટલે પ્રચાર. આવું (ગતિશીલ) કેમ છે ? એના