________________
૨૯૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ૧૩
तिरोभावभेदेन परिणामशालितया न कौटस्थ्यम् । चितिशक्तेस्तु न स्वात्मभूत विकाराविर्भावतिरोभाव इति कौटस्थ्यम् । यथाहुः
नित्यं तमाहुविद्वांसो यत्स्वभावो न नश्यति ।
इति । विमर्दवैचित्र्यमेव विकारवैचित्र्ये हेतुं प्रकृतौ विकृतौ च दर्शयतियथा संस्थानं पृथिव्यादिपरिणामलक्षणमादिमद्धर्ममात्रं विनाशि तिरोभावि शब्दादीनां शब्दस्पर्शरूपरसगन्धतन्मात्राणां स्वकार्यमपेक्ष्याविनाशिनामतिरोभाविनाम् । प्रकृती दर्शयति-एवं लिङ्गमिति । तस्मिन्विकारसंज्ञा न त्वेवं विकारवती चितिशक्तिरिति માવ: |
तदेवं परीक्षकसिद्धां विकृति च प्रकृति चोदाहृत्य विकृतावेव लोकसिद्धायां गुणविमर्दवैचित्र्यं धर्मलक्षणावस्थापरिणामवैचित्र्यहेतुमुदाहरति-तत्रेदमुदाहरणमिति । न चायं नियमो लक्षणानामेवावस्थापरिणाम इति । सर्वेषामेव धर्मलक्षणावस्थाभेदानामवस्थाशब्दवाच्यत्वादेक एवावस्थापरिणामः सर्वसाधारण इत्याह-धर्मिणोऽपीति । व्यापकं परिणामलक्षणमाह-अवस्थितस्य द्रव्यस्येति । धर्मशब्द आश्रितत्वेन धर्मलक्षणावस्थावाचकः ॥१३॥
પ્રાસંગિક હોવાથી અને આગળ કહેવાનારા વિષયમાં ઉપયોગી હોવાથી, સૂત્રકાર “એતેન ભૂતેજિયેષ” વગેરે સૂત્રથી ભૂતો અને ઇન્દ્રિયોનાં પરિણામો વિભાગ પાડીને કહે છે. ભાષ્યકાર “એતેને પૂર્વોક્તન” વગેરે ભાષ્યથી સૂત્રની વ્યાખ્યા કરે છે.
પ્રશ્ન થાય છે કે ફક્ત ચિત્તનાં પરિણામો કહ્યાં છે, એનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નહીં, તો એ ત્રણનો ભૂતો અને ઇન્દ્રિયોમાં અતિદેશ (પ્રયોગ) કેવી રીતે કરાય? એના જવાબમાં “તત્ર વ્યુત્થાન નિરોધયો...” વગેરેથી કહે છે કે ધર્મ, લક્ષણ અને અવસ્થા એવા શબ્દો પ્રયોજ્યા નથી, પણ એ ત્રણ કહ્યા નથી એવું નથી, એવો સૂત્રનો સંક્ષેપમાં અર્થ થાય છે.
વ્યુત્થાન અને નિરોધના સંસ્કારો વિષે ચર્ચા કરતા અગાઉના ૩.૯ સૂત્રમાં ધર્મપરિણામ કહ્યું છે. એ ધર્મપરિણામ દર્શાવતાં એના આશ્રયે રહેતા લક્ષણપરિણામની સૂચના પણ કરી છે, તેથી “લક્ષણપરિણામશ્ચ” એમ કહે છે. જેનાથી લક્ષિત થાય એને લક્ષણ કે કાળભેદ કહે છે. એનાથી લક્ષિત થતી વસ્તુ બીજા સમયોમાં રહેલી અન્ય વસ્તુઓથી ભિન્ન જણાય છે.
નિરોધ ત્રણ લક્ષણોવાળો છે, એમ “ત્રિભિરધ્વભિર્યુક્ત” કહીને સમજાવ્યું છે. અધ્વ શબ્દનો અર્થ કાળ થાય છે. વસ્તુ પહેલાં અનાગત (ભવિષ્ય) લક્ષણવાળા