________________
[] અર્થવ બહUT પૂ હિતશત ભાગવત, ૧૧.૨૫.૩૪-૩૬
“સત્ત્વથી રજસુ, તમસુ જીતીને, નૈરપેક્ષ્ય (પરવૈરાગ્ય)થી સત્ત્વને શાન્તબુદ્ધિથી જીતે. આમ ત્રણે ગુણોથી મુક્ત થયેલો જીવ, જીવભાવ ત્યજીને મારા ભાવને પ્રાપ્ત કરે છે. ગુણો અને જીવભાવ બંનેથી મુક્ત થયેલો મુનિ મારા બ્રહ્મભાવથી પૂર્ણ બનીને બહાર કે અંદર ક્યાંય ગતિ કરતો નથી.”
આવો યોગી મનુષ્યરૂપમાં પૃથ્વી પર વિચરતો પરમાત્મા છે, અને ફક્ત માનવજાતિ માટે નહીં, સંપૂર્ણ સૃષ્ટિ માટે ધર્મ, પવિત્રતા, શાન્તિ અને કરુણા વરસાવતો મેઘ છે.
ઉત્તર મીમાંસાના બ્રહ્મસૂત્રોના રચયિતા બાદરાયણ વ્યાસ અને એના પર ભાષ્યના રચયિતા શંકરાચાર્ય, “ઇક્ષતેમ્નશબ્દમ્” (બ્રસૂ. ૧.૧.૫) અને “એતેન યોગઃ પ્રયુક્તઃ” (બ્ર. સૂ. ર.૧.૩)થી સાંગપ્રતિપાદિત સ્વતંત્ર પ્રધાન, અશબ્દ કે શ્રુતિસમ્મત ન હોવાથી, અને યોગ એ સાંખ્યમતને અનુસરીને ચાલતો હોવાથી એ બંનેનો સ્વીકાર કરતા નથી. છતાં શંકરાચાર્ય કહે છે : “ન વંશન ને વિતે તેનેઝમેવ સાંયો મૃત્ય: સવાશત્વમ્', “જે અંશો કૃતિવિરુદ્ધ નથી એ બધા સાંખ્યયોગ સ્મૃતિ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાન્તોને અવકાશ છે.” અર્થાત સાંગપ્રતિપાદિત પ્રધાન કે પ્રકૃતિ વેદોક્ત માયા છે અને એના સ્વામી મહેશ્વર છે, એમ શ્રતિસમ્મત સમાધાનથી વિરોધપરિહાર કરી બાકીના ગ્રાહ્ય અંશો સર્વ આચાર્યોને સ્વીકાર્ય છે, એમ માનવું જોઈએ.
બીજું, શંકરાચાર્યના મત પ્રમાણે સૃષ્ટિ કે પ્રપંચનું પ્રતિપાદન વસ્તુતઃ સૃષ્ટિ થઈ છે, એમ જણાવવા માટે કરવામાં આવ્યું નથી, પણ અજન્મા, નિર્ગુણ બ્રહ્મ જ પોતાની અચિન્ય માયાશક્તિથી વિશ્વનું સર્જન કરીને સ્વયં એમાં જીવરૂપે પ્રવેશે છે, એમ જીવ-બ્રહ્મની એકતા દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. આ મુદ્દો સતત ધ્યાનમાં રાખવો જરૂરી છે.
સૃષ્ટિપ્રક્રિયા વર્ણવવાનો બીજો હેતુ એમ જણાવવાનો છે કે જે ક્રમથી સૃષ્ટિ થાય છે અને એનાથી ઊલટા ક્રમમાં – “વાણીને મનમાં, મનને પ્રાણમાં, પ્રાણને તેજમાં અને તેજને પરદેવતામાં - વિલીન કરીને”, મનુષ્ય મુક્ત, કૃતકૃત્ય બને છે.
યોગ સૌ માટે સ્વીકાર્ય, ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક યુક્તિ (Technique) છે, અને માનવમાત્રને-બાહ્ય વિધિવિધાનો વિના-પરમ સત્ય પ્રાપ્ત કરાવવા માટે સમર્થ છે, એ સત્ય આજે નહીં, તો ભવિષ્યમાં અવશ્ય સ્વીકારાશે, એવી આશા અસ્થાને નથી.