________________
૨૮૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૯
निरोधो ज्ञानप्रसादः परं वैराग्यम् । तयोर्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ । तत्र व्युत्थानसंस्कारस्याभिभवो निरोधसंस्कारस्याविर्भावश्चित्तस्य धर्मिणो निरोधक्षणस्य निरोधावसरस्य द्वयोरवस्थयोरन्वयः । न हि चित्तं धर्मि संप्रज्ञातावस्थायामसंप्रज्ञातावस्थायां च संस्काराभिभवप्रादुर्भावयोः स्वरूपेण भिद्यत इति । ननु यथोत्तरे क्लेशा अविद्यामूला अविद्यानिवृत्तौ निवर्तन्त इति न तनिवृत्तौ पृथक्प्रयत्नान्तरमास्थीयते। एवं व्युत्थानप्रत्ययमूलाः संस्कारा व्युत्थाननिवृत्तावेव निवर्तन्त इति तनिवृत्तौ न निरोधसंस्कारोऽपेक्षितव्य इत्यत आह-व्युत्थानसंस्कारा इति । न कारणमादनिवृत्ति: कार्यनिवृत्तिहेतुः । मा भूत्कुविन्दनिवृत्तावपि पटस्य निवृत्तिः । अपि तु यत्कारणात्मकं यत्कार्यं तत्कारणनिवृत्तौ तत्कार्यनिवृत्तिः । उत्तरे च क्लेशा अविद्यात्मान इत्युक्तम् । अतस्तनिवृत्तौ तेषां निवृत्तिरुपपन्ना । न त्वेवं प्रत्ययात्मानः संस्काराः, चिरनिरुद्ध प्रत्यये संप्रति स्मरणदर्शनात् । तस्मात्प्रत्ययनिवृत्तावपि तनिवृत्तौ निरोधसंस्कारप्रचय एवोपासनीय इत्यर्थः । सुगममन्यत् ॥९॥
પરિણામત્રયસંયમાત્..” ૩.૧૬ વગેરે આગામી સૂત્રોમાં ઉપયોગમાં આવનારાં ત્રણ પરિણામોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી અથ...” વગેરેથી પ્રશ્ન કરે છે (કે નિરોધક્ષણોમાં ચિત્તપરિણામ કેવું હોય છે ?), વ્યુત્થાન અને સંપ્રજ્ઞાત સમાધિ દરમ્યાન ચિત્તમાં થતાં પરિણામ સ્પષ્ટપણે અનુભવાય છે, તેથી ત્યાં આવો પ્રશ્ન થતો નથી. પણ નિરોધસમાધિ દરમ્યાન ચિત્ત-પરિણામ અનુભવાતું નથી. અનુભવાતું નથી માટે નથી એમ નથી. કારણ કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ચંચળ છે, તેથી ગુણો ક્ષણ માટે પણ અપરિણામી રહી શકતા નથી, એવો અર્થ છે.
પ્રશ્નના ઉત્તરરૂપ “બ્રુત્થાનનિરોધસંસ્કારયો....” વગેરે સૂત્ર છે. અસંપ્રજ્ઞાત સમાધિની અપેક્ષાએ સંપ્રજ્ઞાત વ્યુત્થાન છે. “નિરુધ્ધત અનેન” એવા વિગ્રહથી નિરોધ જ્ઞાનપ્રસાદ એટલે પરવૈરાગ્ય છે. એ બે વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ એટલે વ્યુત્થાન સંસ્કારોનો હ્રાસ અને નિરોધ સંસ્કારોનો આવિર્ભાવ. આ બે ધર્મોવાળા ધર્મી ચિત્તનો નિરોધની ક્ષણો દરમ્યાન અન્વય (સંબંધ) રહે છે. ધર્મી ચિત્ત સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત અવસ્થામાં-જ્યારે સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે-સ્વરૂપથી ભિન્ન બનતું નથી.
પણ અવિદ્યા પછીના અસ્મિતા વગેરે ક્લેશો અવિઘામૂલક હોવાથી, અવિદ્યા નિવૃત્ત થતાં, નિવૃત્ત થાય છે, અને એમની નિવૃત્તિ માટે બીજા પ્રયત્નનો આશ્રય કરવો પડતો નથી, એમ વ્યુત્થાન પ્રત્યયમૂલક સંસ્કારો વ્યુત્થાન નિવૃત્ત થતાં જ નિવૃત્ત થવા જોઈએ, એમની નિવૃત્તિ માટે નિરોધ સંસ્કારની અપેક્ષા ન હોવી જોઈએ. આ શંકાના સમાધાન માટે “વ્યથાન સંસ્કારઃ...” વગેરેથી કહે છે