________________
પા. ૩ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૮૩
-
___ अथ निरोधचित्तक्षणेषु चलं गुणवृत्तमिति कीदृशस्तदा चित्तपरिणाम:- गुएराय: ગતિશીલ છે. તો નિરુદ્ધ ચિત્તની ક્ષણોમાં ચિત્તનું કેવું પરિણામ થાય છે?
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ
निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥९॥
વ્યુત્થાન સંસ્કારોનો અભિભવ અને નિરોધ સંસ્કારોનો પ્રાદુર્ભાવ, અને નિરોધની ક્ષણોમાં ચિત્તનો અન્વય (સંબંધ) નિરોધ પરિણામ છે. ૯
भाष्य
व्युत्थानसंस्काराश्चित्तधर्मा न ते प्रत्ययात्मका इति प्रत्ययनिरोधे न निरुद्धाः । निरोधसंस्कारा अपि चित्तधर्माः । तयोरभिभवप्रादुर्भावौ । व्युत्थानसंस्कारा हीयन्ते, निरोधसंस्कारा आधीयन्ते । निरोधक्षणं चित्तमन्वेति । तदेकस्य चित्तस्य प्रतिक्षणमिदं संस्कारान्यथात्वं निरोधपरिणामः । तदा संस्कारशेषं चित्तमिति निरोधसमाधौ (१११८) व्याख्यातम् ॥९॥
વ્યુત્થાન સંસ્કારો ચિત્તના ધર્મો છે. એ પ્રત્યયાત્મક વૃત્તિ રૂપ) નથી. તેથી વૃત્તિઓનો નિરોધ થવા છતાં, એમનો નિરોધ થતો નથી. નિરોધ સંસ્કારો પણ ચિત્તના ધર્મો છે. એ બેનો અભિભાવ (દબાવું) અને પ્રાદુર્ભાવ (ઉત્પન્ન થવું) નિરોધક્ષણોમાં થાય છે. એટલે કે વ્યુત્થાન સંસ્કારોનો હાસ અને નિરોધ સંસ્કારોનું આધાન (વૃદ્ધિ) થાય છે. નિરોધક્ષણો દરમ્યાન ચિત્ત અનુગત રહે છે. એક ચિત્તમાં આમ પ્રતિક્ષણ સંસ્કારોનું જુદાપણું નિરોધ પરિણામ છે. ત્યારે ચિત્ત સંસ્કારશેષ હોય છે, એમ નિરોધસમાધિની ચર્ચા વખતે ૧.૧૮ સ્પષ્ટ કર્યું છે. ૯
तत्त्व वैशारदी परिणामत्रयसंयमाद् (३।१६) इत्यत्रोपयोक्ष्यमाणपरिणामत्रयं प्रतिपिपादयिषुनिर्बीजप्रसङ्गेन पृच्छति-अथेति । व्युत्थानसंप्रज्ञातयोश्चित्तस्य स्फुटतरपरिणामभेदप्रचयानुभवान्न प्रश्नावतारः । निरोधे तु नानुभूयते परिणामः, न चाननुभूयमानो नास्ति, चित्तस्य त्रिगुणतया चलत्वेन गुणानां क्षणमप्यपरिणामस्यासंभवादित्यर्थः । प्रश्नोत्तरं सूत्रम्-व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः । असंप्रज्ञातं समाधिमपेक्ष्य संप्रज्ञातो व्युत्थानम् । निरुध्यतेऽनेनेति