________________
૨૮૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૮
तदपि बहिरङ्गं निर्बीजस्य ॥८॥ એ (સંયમ) પણ નિર્બેજ સમાધિનું બહિરંગ છે. ૮
भाष्य
तदप्यन्तरङ्गं साधनत्रयं निर्बीजस्य योगस्य बहिरङ्गं भवति । कस्मात् ? तदभावे भावादिति ॥८॥
એ ત્રણ અંતરંગ સાધનો પણ નિર્બીજ યોગનું બહિરંગ છે. કેમ ? કારણ કે એમના અભાવમાં એ ઉત્પન્ન થાય છે. ૮
तत्त्व वैशारदी साधनत्रयस्य संप्रज्ञात एवान्तरङ्गत्वं न त्वसंप्रज्ञाते । तस्य निर्बीजतया तैः सह समानविषयत्वाभावात्तेषु चिरनिरुद्धेषु संप्रज्ञातपरमकाष्ठापरनामज्ञानप्रसादरूपपरवैराग्यानन्तरमुत्पादाच्चेत्याह- तदपि बहिरङ्ग निर्बीजस्य । समानविषयत्वमन्तरङ्गत्वप्रयोजकमिह न तु तदनन्तरभावस्तस्य बहिरङ्गेश्वरप्रणिधानवर्तितया सव्यभिचारत्वादिति स्थिते सव्यभिचारमप्यन्तरङ्गलक्षणं तदनन्तरभावित्वमस्य नास्ति । तस्मादूरापेतान्तरङ्गता संयमस्यासंप्रज्ञाते इति दर्शयितुं तदभावे भावादित्युक्तम् ॥८॥
ત્રણ સાધનો સંપ્રજ્ઞાતનાં જ અંતરંગ છે, અસંપ્રજ્ઞાતનાં નહીં. કારણ કે અસંમજ્ઞાત નિર્બેજ હોવાથી, એમની સાથે સમાનવિષયવાળો નથી. માટે લાંબા સમય સુધી એ ત્રણ નિદ્ધ રહે અને સંપ્રજ્ઞાત સમાધિ પરાકાષ્ઠા સ્વરૂપ જ્ઞાનપ્રસાદ કે પરવૈરાગ્યને પ્રાપ્ત કરે, ત્યાર પછી જ એ ઉત્પન્ન થાય છે. આ વાત “તદપિ બહિરંગ નિર્બીજત્ય” સૂત્રથી કહી છે. સામાનવિષયવાળા હોવું એ અંતરંગપણાનો હેતુ છે. અહીં તો એમના પછી થાય એવો કારણને લાગુ પડતો ક્રમ-નિયમ પણ નથી. સંયમ પણ ઈશ્વરપ્રણિધાન રૂપ બહિરંગમાં સમાવિષ્ટ થતો હોવાથી, એ બંને એકસરખા છે. આમ મિશ્રિત એવું અંતરંગનું લક્ષણ એટલે કે એના પછી નિર્બીજ સમાધિ થાય એવું લક્ષણ-પણ આમાં નથી. તેથી નિર્બીજ સમાધિ માટે સંયમ ઘણે દૂર હોવાથી એ એનું અંતરંગ સાધન બની શકે એમ નથી, એવું દર્શાવવા એના અભાવમાં એ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું. ૮