________________
પા. ૩ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૮૫
કે કારણ માત્રની નિવૃત્તિ કાર્યની નિવૃત્તિનો હેતુ નથી. વણકર નિવૃત્ત થતાં વસ્ત્ર નિવૃત્ત થતું નથી. પરંતુ જે ઉપાદાન કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, એની નિવૃત્તિ થતાં કાર્ય નિવૃત્ત થાય છે. અવિદ્યા પછીના અસ્મિતા વગેરે ક્લેશોનું ઉપાદાન અવિદ્યા છે એમ અગાઉ સ્પષ્ટ કહ્યું છે. તેથી એની નિવૃત્તિથી એમની નિવૃત્તિ યોગ્ય છે. પરંતુ સંસ્કારોનું ઉપાદાન વૃત્તિઓ નથી. કારણ કે વૃત્તિ લાંબા સમય સુધી નિરુદ્ધ રહે છતાં પાછી એ વર્તમાનમાં સ્મૃતિરૂપે જોવા મળે છે. માટે વૃત્તિઓ નિરુદ્ધ થાય, તો પણ નિરોધ સંસ્કારોનો પ્રચય (સંચય) અભ્યાસ વડે અવશ્ય વધારવો જોઈએ, એવો અર્થ છે. બાકીનું સુગમ છે. ૯
तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥१०॥ એની (ચિત્તની) પ્રશાન્તવાહિતા (નિરોધ) સંસ્કારથી થાય છે. ૧૦
भाष्य
निरोधसंस्काराद् निरोधसंस्काराभ्यासपाटवापेक्षा प्रशान्तवाहिता चिसस्य भवति । तत्संस्कारमान्द्ये व्युत्थानधर्मिणा संस्कारेण निरोधधर्मः संस्कारोऽभिभूयत इति ॥१०॥
- નિરોધસંસ્કારથી એટલે કે નિરોધસંસ્કાર માટે થતા અભ્યાસની પટુતા (પક્વતા)થી ચિત્તની પ્રશાન્તવાહિતા સિદ્ધ થાય છે. એ સંસ્કારો જો મંદ હોય, તો વ્યુત્થાન ધર્મવાળા સંસ્કારથી નિરોધ ધર્મ દબાઈ જાય છે.૧૦
तत्त्व वैशारदी सर्वथा व्युत्थानसंस्काराभिभवे तु बलवता निरोधसंस्कारेण चित्तस्य कीदृशः परिणाम इत्यत आह-तस्य प्रशान्तवाहिता संस्कारात् । व्युत्थानसंस्कारमलरहितनिरोधसंस्कारपरम्परामात्रवाहिता प्रशान्तवाहिता । कस्मात्पुनः संस्कारपाटवमपेक्षते न तु संस्कारमात्रमित्यत आह-तत्संस्कारमान्द्य इति । तदिति निरोधं परामृशति । ये तु नाभिभूयत इति पठन्ति ते तदा व्युत्थानं परामृशन्ति ॥१०॥
બળવાન નિરોધ સંસ્કારોથી વ્યુત્થાનના સંસ્કારો પૂરેપૂરા દબાઈ જાય, ત્યારે ચિત્તનું કેવું પરિણામ થાય છે ? એના જવાબમાં “તસ્ય પ્રશાન્તવાહિતા સંસ્કારાત્” એમ કહે છે. વ્યુત્થાન સંસ્કારોના મળ વિનાના, ફક્ત નિરોધના સંસ્કારોની પરંપરા વહે, એને ચિત્તની પ્રશાન્તવાહિતા કહે છે. આ માટે નિરોધ