________________
૨૯૮]
પતંજલિના યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૫૩
૩.૪.૬૮) સૂત્ર પ્રમાણે કર્તામાં નિપાત થતો દર્શાવાય છે, તેથી કોપનીય, રજનીયની જેમ અહીં પણ કર્તામાં કૃત્ય પ્રત્યય થયો છે.
- કર્મ શબ્દથી કર્મથી ઉત્પન્ન થતાં પાપ અને એના કારણરૂપ લેશો લક્ષિત કરે છે. “પત્તદાચક્ષતે..” વગેરેથી આગમાનુયાયીઓની સંમતિ દર્શાવે છે. મહામોહ એટલે રાગ. એમાં અવિભક્તપણે રહેલી અવિદ્યાનું પણ એનાથી ગ્રહણ થાય છે. અકાર્ય એટલે અધર્મ. પણ પ્રાણાયામથી જ પાપો ક્ષીણ થતાં હોય તો તપ શા કામનું? એના જવાબમાં “દુર્બલ ભવતિ” નબળું બને છે – પૂરેપૂરું નષ્ટ થતું નથી, એમ કહે છે. તેથી એના લય માટે તપ અપેક્ષિત છે. “તથા ચોક્ત”થી આ વિષે પણ આગમાનુયાયીઓની સંમતિ દર્શાવે છે. મનુએ પણ કહ્યું છે - “પ્રાણાયામોથી દોષોને બાળી નાખે” (મનુસ્મૃતિ, ૬.૭૨).
વિષ્ણુપુરાણ (૬.૭.૪૦-૪૧)માં પ્રાણાયામને યોગનું અંગ કહ્યું છે :“જે પ્રક્રિયા વાયુને અભ્યાસથી વશમાં કરે છે, એને પ્રાણાયામ જાણવો. એ સબીજા અને નિર્બેજ હોય છે. જ્યારે પ્રાણ અને અપાન એ બે વાયુઓ એક બીજાને દબાવીને જે રીતે જીતે, એ બે પ્રકારો, અને એ બંને જેમાં જીતી લેવાય એ ત્રીજો પ્રકાર છે.” પર
- અને
धारणासु च योग्यता मनसः ॥५३॥ ધારણાઓમાં મનની યોગ્યતા કેળવાય છે. પ૩
માણ प्राणायामाभ्यासादेव । प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य (१३४) પ્રતિ વયના પર
પ્રાણાયામના અભ્યાસથી જ (ધારણા સધાય છે). કારણ કે સૂત્ર ૧.૩૪માં “પ્રાણના રેચન અને વિધારણથી (મન સ્થિર થાય છે, એમ કહ્યું છે. પ૩
तत्व वैशारदी किं च - धारणासु च योग्यता मनसः । प्राणायामो हि मनः स्थिरीकुर्वन्धारणासु योग्यं करोति ॥५३॥
પ્રાણાયામ મનને સ્થિર બનાવીને ધારણા માટે યોગ્ય બનાવે છે. પ૩