________________
૨૬૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. પર
સૂક્ષ્મ બને છે. જ્યારે ચોથામાં શ્વાસ-પ્રશ્વાસના પ્રદેશનો નિશ્ચય કરીને ક્રમે ક્રમે ભૂમિજયથી બંને (પૂરક રેચક) વિનાનો ગતિનો અભાવ થાય છે, એ એની વિશેષતા છે. ૫૧
तत्त्व वैशारदी एवं त्रयो विशेषा लक्षिताः । चतुर्थं लक्षयति-बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः । व्याचष्टे-देशकालसंख्याभिरिति । आक्षिप्तोऽभ्यासवशीकृताद्रूपादवरोपितः । सोऽपि दीर्घसूक्ष्मः । एवं ततपूर्वको बाह्याभ्यन्तरविषयप्राणायामो देशकालसंख्यादर्शनपूर्वकः । न चासौ चतुर्थस्तृतीय इव सकृत्प्रयत्नादह्नायजायते । किं त्वभ्यस्यमानस्तां तामवस्थामापनस्तत्तदवस्थाविजयानुक्रमेण भवतीत्याह-भूमिजयादिति । ननूभयोर्गत्यभावः स्तम्भवृत्तावप्यस्तीति कोऽस्मादस्य विशेष इत्यत आह-तृतीय इति । अनालोचनपूर्वः सकृत्प्रयत्ननिर्वतितस्तृतीयः । चतुर्थस्त्वालोचनपूर्वो बहुप्रयत्ननिर्वर्तनीय इति विशेषः । तयोः पूरकरेचकयोविषयोऽनालोचितोऽयं तु देशकालसंख्याभिरालोचित इत्यर्थः ॥५१॥
આમ ત્રણ પ્રાણાયામ કહ્યા. હવે “બાહ્યાભ્યતર...” વગેરેથી ચોથો વર્ણવે છે. “દેશકાલસંખ્યાભિઃ” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. આલિપ્ત એટલે અભ્યાસથી વશ કરેલા સ્વરૂપવાળો કે પ્રયત્નની અપેક્ષા વિનાનો. એ પણ લાંબો અને સૂક્ષ્મ હોય છે. “તપૂર્વક” એટલે બહાર અને અંદરના પ્રદેશવાળા, અને દેશકાળ સંખ્યાને લક્ષમાં રાખીને થતા પ્રાણાયામપૂર્વક. આ ચોથો પ્રાણાયામ ત્રીજાની જેમ એકવારના પ્રયત્નથી ઝપાટાબંધ થતો નથી. પરંતુ અભ્યાસ કરતાં કરતાં, તે તે અવસ્થાઓ પ્રાપ્ત કરી, એમનો વિજય કરી, ક્રમે ક્રમે થાય છે, એમ “ભૂમિજયાત” વગેરેથી કહે છે.
સ્તંભવૃત્તિમાં બંને (રેચક પૂરક)નો અભાવ થાય છે, પછી એ બેમાં (ત્રીજા અને ચોથામાં) વિશેષતા શું છે? “તૃતીયસ્તુ” વગેરેથી જવાબ આપતાં કહે છે કે ત્રીજો પ્રાણાયામ આલોચના વિના, એક જ વખતના પ્રયત્નથી થાય છે. અને ચોથો (દેશકાળની) આલોચનાપૂર્વક, ઘણા પ્રયત્ન પછી સિદ્ધ થાય છે. એ એની વિશેષતા છે. પૂરક, રેચકના પ્રદેશના વિચાર વિનાનો ત્રીજો અને દેશ, કાળ, સંખ્યાથી આલોચિત ચોથો છે, એવો અર્થ છે. ૫૧
ततः क्षीयते प्रकाशावरणम् ॥५२॥ એનાથી (પ્રાણાયામથી) પ્રકાશ (જ્ઞાન)નું આવરણ ક્ષીણ થાય છે. પર
भाष्य प्राणायामानभ्यस्यतोऽस्य योगिनः क्षीयते विवेकज्ञानावरणीयं कर्म ।