________________
પ. ૨ સૂ. ૫૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૬૫
લાગતા સમયનો ચોથો ભોગ પણ છે. કેટલી ક્ષણો વાયુ રોકાયો એના નિર્ણય વડે કાળથી પરીક્ષિત પ્રાણાયામ થાય છે. પોતાના ઢીંચણને હાથથી ત્રણવાર સ્પર્શીને ચપટી વગાડવા જેટલો સમય માત્રા કહેવાય છે. એવી છત્રીસ માત્રાઓથી માપેલો પહેલો મૂદુ ઉદ્ઘાત, એનાથી બેગણો બીજો મધ્ય ઉદ્દાત અને ત્રણ ગણો ત્રીજો તીવ્ર ઉદ્દાત કહેવાય છે.
“સંખ્યાભિઃ” વગેરેથી સંખ્યાથી માપેલા પ્રાણાયામને વર્ણવે છે. સ્વસ્થ મનુષ્યને શ્વાસ-પ્રશ્વાસમાં જેટલો સમય લાગે, એ અગાઉ કહ્યા પ્રમાણે ચપટી વગાડવામાં લાગતા સમય જેટલો હોય છે. પહેલો ઉદ્દાત સફળતાપૂર્વક પૂરો કરીને, એને જીતીને કે વશમાં કરીને પ્રાણાયામ થાય એ નિગૃહીત છે. ક્ષણો વડે આટલો સમય વાયુ રોકાયો અને સંખ્યા વડે કેટલીવાર શ્વાસપ્રશ્વાસ લીધા એની ગણતરી થાય છે, એમ એ બેમાં થોડો ફેર છે. આ રીતે દરરોજ અભ્યાસ કરતાં દિવસ, પખવાડિયું મહિનો વગેરે ક્રમથી દેશ અને કાળની દૃષ્ટિએ વધારે વ્યાપક બનીને દીર્ઘ કે લાંબો બને છે. અત્યંત નિપુણતાથી એની ગતિ જાણી શકાય એવી હોવાથી એને સૂક્ષ્મ પણ કહે છે, મંદતાના કારણે નહીં. ૫૦
बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ॥५१॥ બાહ્ય અને આભ્યન્તર વિષયવિનાનો ચોથો (કુંભક) છે. ૫૧
માણ देशकालसंख्याभिर्बाह्यविषयपरिदृष्ट आक्षिप्तः । तथाभ्यन्तरविषयपरिदृष्ट आक्षिप्तः । उभयथा दीर्घसूक्ष्मः । तत्पूर्वको भूमिजयात्क्रमेणोभयोर्गत्यभावश्चतुर्थः प्राणायामः । तृतीयस्तु विषयानालोचितो गत्यभावः सकृदारब्ध एव, देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः । चतुर्थस्तु श्वासप्रश्वासयोर्विषयावधारणात्क्रमेण भूमिजयादुभयाक्षेपपूर्वको गत्यभावश्चतुर्थः प्राणायाम इत्ययं विशेषः ॥५१॥
દેશ, કાળ અને સંખ્યા વડે બહારના પ્રદેશવાળા રેચકને જીત્યા પછી, એના વિના, તેમજ આત્યંતર પ્રદેશવાળા પૂરકને પણ એ રીતે જીત્યા પછી, એના વિના થતો પ્રાણાયામ કુંભક છે. બંને રીતે એ લાંબો અને સૂક્ષ્મ બને છે. એના અભ્યાસથી ક્રમે ક્રમે ભૂમિકાઓના જયથી, એ બંનેની ગતિના અભાવવાળો ચોથો કુંભક પ્રાણાયામ છે. ત્રીજા પ્રાણાયામમાં વિષયનો વિચાર કર્યા વિના એક જ પ્રયત્નથી દેશ, કાળ અને સંખ્યાથી પરીક્ષિત થઈને લાંબો