________________
[૨૮]
મતનું ખંડન કરવામાં આવે છે.
“ચલં હિ ગુણવૃત્તમ્’” ગુણોનું ચક્ર સ્વભાવે જ ગતિશીલ હોવાથી ત્રિગુણાત્મક દેશ્ય જગત્ પ્રથમ અનાગત અને ત્યાગી વર્તમાન અધ્વમાં પોતાના સ્વરૂપે પ્રગટી પોતાને યોગ્ય ક્રિયા કરનાર બને છે, અને પછી વર્તમાન અધ્વને છોડી અતીત અધ્વને પ્રાપ્ત થાય છે. આમ સતત ગતિશીલતા કે પરિવર્તનશીલતા જગતનો ધર્મ છે. માટે ‘ગચ્છતિ ઇતિ” જગત્ એનું સાર્થક નામ છે.
યોગ-દર્શન ચિતિશક્તિની જેમ જગત્ કેવળ નિત્ય છે અથવા કેવળ અનિત્ય છે એવો એકાન્તવાદ સ્વીકારતું નથી. અર્થાત્ એ વર્તમાનમાં અર્થક્રિયા કરતા વ્યક્તરૂપવાળું જેવું જણાય છે, એવું પ્રતિપ્રસવના નિયમ પ્રમાણે પ્રલય થતાં ઉપલબ્ધ થતું નથી, તેથી અનિત્ય છે. અને વ્યક્ત થવા માટે યોગ્ય કારણો ઉપસ્થિત થતાં અર્થક્રિયા કરતા વ્યક્તરૂપવાળું બને છે, માટે કેવળ અનિત્ય કે આકાશ પુષ્પ જેવું અસત્ નથી.
સંયમરૂપી અમોધ સાધનવાળો યોગી બધા પદાર્થોનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામોપર સંયમ કરીને એમના અતીત અને અનાગતનું જ્ઞાન મેળવી શકે છે, શબ્દ, અર્થ અને જ્ઞાનના વિભાગમાં સંયમ કરીને બધાં પ્રાણીઓના અવાજોનું રહસ્ય જાણી શકે છે, અને સંયમથી સંસ્કારોનો સાક્ષાત્કાર કરી પોતાના કે અન્યના પૂર્વજન્મોનું જ્ઞાન મેળવી શકે છે. આ રીતે પરિચત્તજ્ઞાન, અદૃશ્ય થવાની શક્તિ, હાથી વગેરેના બળની પ્રાપ્તિ, ભુવનસંસ્થાનનું જ્ઞાન, પરકાયાપ્રવેશ, પાંચ મહાભૂતો પર વિજય અને અણિમા વગેરે આઠ સિદ્ધિઓ યોગી મેળવી શકે છે. પરંતુ પતંજલિ ચેતવણી આપે છે કે આ બધી વિભૂતિઓ સમાધિ માટે ઉપસર્ગો-વિઘ્નો છે, વ્યુત્થાન સમયે એ ઐશ્વર્યો કે સિદ્ધિઓ જણાય છે. પ્રકૃતિ અને પુરુષની ભિન્નતારૂપ વિવેકખ્યાતિ માત્ર જે યોગીના ચિત્તમાં હોય એને સર્વ ભાવાધિષ્ઠાતૃત્વ અને સર્વજ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય છે. પરંતુ એમાં પણ વૈરાગ્ય થવાથી રાગાદિ દોષોના બીજરૂપ અવિદ્યા નષ્ટ થવાથી આત્યંતિક દુઃખનિવૃત્તિ અને સ્વરૂપાવસ્થાનરૂપ કૈવલ્ય પ્રાપ્ત થાય છે.
ચોથા કૈવલ્યપાદમાં પતંજલિ જણાવે છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને વિવિધ પ્રકારની સમાધિઓથી પણ અતિ પ્રાકૃતિક શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આત્મજ્ઞાનને જ પોતાનું લક્ષ્ય માનીને, સહજપણે ઉદ્ભવતી સિદ્ધિઓમાં પણ તૃષ્ણારહિત બનેલો યોગી આત્મજ્ઞાનની સાથે બધી જે દિવ્યશક્તિઓનો અધિષ્ઠાતા બને છે. ઔષધિ વગેરેથી ઉત્પન્ન થતી ચાર સિદ્ધિઓમાં મનુષ્ય શરીર અને ઇન્દ્રિયોનું દેવ કે પશુજાતિમાં જે પરિણામ થાય છે, એ પ્રકૃતિના આપૂરણથી થાય છે. આવું આપૂરણ ધર્મ કે અધર્મના નિમિત્તની અપેક્ષાએ થાય છે, છતાં આ નિમિત્ત પ્રકૃતિનું