________________
[૨૭]
નાભિચક્ર, હૃદયપુંડરીક, મસ્તકમાં જ્યોતિ, નાસિકાગ્ર, જિહ્નાગ્ર વગેરે આત્યંતર અથવા બહારના કોઈ પણ શુભ આશ્રય પર ચિત્તને વૃત્તિમાત્રથી સ્થિર કરવાનો અભ્યાસ ધારણા છે. ધ્યેય આલંબનમાં વૃત્તિનો એકસરખો પ્રવાહ વહે, એમાં બીજો કોઈ વિચાર વિઘ્ન ન કરે એ ધ્યાન છે. ધ્યેયના સ્વભાવના આવેશથી ચિત્ત જ્યારે કેવળ ધ્યેયાકાર બને અને પોતાના (ચિત્ત) સ્વરૂપથી શૂન્ય જેવું બની જાય એ સમાધિ છે. આ વિષે શ્રુતિપ્રમાણ છે :
तावन्मनो निरोद्धव्यं यावद् हृदि क्षयं गतम् ।
તત્ જ્ઞાન = મોક્ષશ્ન શેષોન્વો ગ્રંથવિસ્તર: ॥ મૈત્રા.ઉ૫. ૪.૮ “હૃદયમાં મનને ત્યાં સુધી રોકવું જ્યાં સુધી એનો નાશ ન થાય. આને જ્ઞાન તેમજ મોક્ષ કહે છે. બીજો ગ્રંથવિસ્તારમાત્ર છે.”
આ ત્રણ સાધનો એક વિષયમાં પ્રયોજાય એ સંયમ છે. આ સંયમનો અભ્યાસ જેમ જેમ દૃઢ થતો જાય, તેમ તેમ સમાધિ-પ્રજ્ઞાનો પ્રકાશ વધુ ને વધુ વિશદસ્પષ્ટ થતો જાય છે. યમ વગેરે પાંચ અંગો બહિરંગ અને ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ સાધન કહેવાય છે. પરંતુ નિર્બીજ સમાધિની દૃષ્ટિએ આ અંતરંગ સાધનો પણ બહિરંગ ગણાય છે. આ સમાધિ દરમ્યાન નિરુદ્ધ બનેલા ચિત્તમાં અનાદિકાળથી સંચિત થયેલા વ્યુત્થાન સંસ્કારોનો ક્ષય અને નિરોધજન્ય શાન્તિના સંસ્કારોની વૃદ્ધિ થાય છે. નિરોધસંસ્કારોની વૃદ્ધિ અને દઢતાથી ચિત્ત અનાયાસ વૃત્તિશૂન્ય પ્રશાન્ત પ્રવાહરૂપ બને છે. આમ વ્યુત્થાન દરમ્યાન જણાતો ચિત્તદ્રવ્યનો વ્યગ્રતારૂપ મૂળધર્મ નષ્ટ કે અતીત થતાં એનું એકાગ્રતારૂપ લક્ષણ વર્તમાનમાં વ્યક્ત થાય અને એ એકાગ્રતાના સ્થાનમાં નિરોધસંસ્કારોની વૃદ્ધિ થતાં અનાયાસ પ્રશાન્ત-પ્રવાહરૂપ સહજ અવસ્થા પ્રગટે, એ ત્રણને ચિત્તના ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામો કહે છે.
આ વાત માટીરૂપી દ્રવ્યનો દાખલો આપી સમજાવી શકાય : માટી ધર્મી છે. એ પહેલાં પિંડ આકારના પોતાના ધર્મને છોડી, બીજા ધર્મરૂપે પરિણમી ઘડાનો આકાર ધારણ કરે છે. ઘડાનો આકાર અનાગત (ભવિષ્ય) લક્ષણ છોડીને વર્તમાન અધ્વમાં પોતાના કાર્યકારી લક્ષણ સાથે પ્રગટ થાય છે. પછી એ પ્રતિક્ષણ નવો મટી જૂનાપણાને પ્રાપ્ત થતો અવસ્થાપરિણામ અનુભવે છે. ધર્મી વિવિધ ધર્મો પામે એ અવસ્થા છે, અને ધર્મ લક્ષણાન્તરપામે એ પણ અવસ્થા છે. એક દ્રવ્યપરિણામ આ રીતે ભેદોથી દર્શાવાય છે. આ બધાં પરિણામો ધર્મોના સ્વરૂપનું અતિક્રમણ કરતાં નથી. બીજા બધા પદાર્થોમાં પણ આવી યોજના જાણવી જોઈએ.
ક્ષણિકવાદી બૌદ્ધો ધર્મી ચિત્તદ્રવ્યને તેમજ ભૌતિક જગતના બધા પદાર્થો પાછળ કોઈ સ્થિર ધર્મી મૂળ દ્રવ્યને સ્વીકારતા નથી. સચોટ દલીલો વડે એમના આ