________________
[૬] થતાં એ નિવૃત્ત થઈ જાય છે માટે સત્ પણ નથી, તેથી એને “નિ:સત્તાસત” કહેવામાં આવે છે. એમાંથી ફક્ત સત્તારૂપ ચિન્હવાળું મહત્તત્વ પરિણમે છે, તેથી એને લિંગમાત્ર કહે છે. એમાંથી અહંકાર અને શબ્દ વગેરે પાંચ તત્પાત્રો પેદા થાય છે, જેમાં શાન્ત, ઘોર અને મૂઢરૂપ વિશેષો હોતા નથી તેથી એ છ અવિશેષો કહેવાય છે. એમાંથી આકાશ વગેરે પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન એમસોળ વિશેષો ઉત્પન્ન થાય છે. આ બધાને સામૂહિક રીતે દશ્ય કહેવાય છે.
દ્રા દશિમાત્ર અને શુદ્ધ હોવા છતાં, બુદ્ધિના પ્રત્યયોને જોનાર છે. દશ્યનું સ્વરૂપ અને અસ્તિત્વ ફક્ત દ્રષ્ટા માટે છે. તેથી દ્રષ્ટા પુરુષનો હેતુ-વિવેકખ્યાતિપ્રકૃતિથી પોતે તદ્દન ભિન્ન છે એવું જ્ઞાન-પૂર્ણ થતાં એના પ્રત્યે દશ્ય નષ્ટ અર્થાત્ નિમ્પ્રયોજન થઈ જાય છે, છતાં અન્ય અકૃતાર્થ પુરુષો માટે સાધારણપણે દેખાતું હોવાથી અનન્ટ છે.
હવે હેય, હેયહેતુ અને હાન પછી હોનોપાયભૂત યોગનાં આઠ અંગો- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. જીવન વ્યવહારમાં બીજાઓ સાથેના સંબંધોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમ છે, અને પોતાના અંગત જીવનમાં પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને અમલમાં મૂકવાં એ પાંચ નિયમો છે. આ બધાં સાર્વભૌમ વ્રતો હોવાથી સર્વત્ર અને સર્વદા પાળવાં જોઈએ, જેથી યોગનાં આગળનાં અંગોના અનુષ્ઠાન માટેની શરીરમનની પાત્રતા વિકસે છે. પતંજલિ સ્થિરતા અને સુખ ઊપજે એમ બેસવામાત્રને આસન કહે છે, પણ ભાષ્યકાર પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન વગેરે તેમજ ક્રૌંચ, હાથી વગેરેની બેસવાની રીતો મુજબનાં તે તે નામનાં આસનોનો ઉલ્લેખ કરે છે. આસનસિદ્ધ થતાં શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને રોકી, બને તેમ લાંબો અને સૂક્ષ્મ પ્રાણ-પ્રવાહ બને એ હેતુથી વિવિધ પૂરક, કુંભક અને રેચકવાળા પ્રાણાયામોનો અભ્યાસ કરવો જોઈએ. એનાથી પ્રકાશરૂપ સત્ત્વપરનું આવરણ ક્ષીણ થતાં મન ધારણા માટે યોગ્ય બને છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથેનો સંબંધ ત્યાગી અન્તર્મુખ બનતા ચિત્તના સ્વરૂપના આકારવાળી બની, એના નિરોધ સાથે નિરુદ્ધ થઈ જાય એ પ્રત્યાહાર છે. એનાથી ઇન્દ્રિયજય સિદ્ધ થાય છે.
ત્રીજા વિભૂતિપાદમાં ધારણાનું લક્ષણ, ધ્યાન તથા સમાધિ અને એ ત્રણેનો એક વિષયમાં થતા પ્રયોગને સંયમ નામ આપી એનાથી પ્રાપ્ત થતી વિભૂતિઓ વગેરે વર્ણવ્યાં છે.
ધારણા એટલે ચિત્તની સ્થિરતા. એ આધાર વિના શક્ય નથી, માટે