________________
પા. ૨ સૂ. ૪૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૨૫૯
તરફ પ્રત્યક્ષ રીતે ઢળેલાં નથી, એમની અપેક્ષાએ, જણાય છે. ઈશ્વરપ્રણિધાનમાં ઈશ્વર જ સીધો વિષય છે, સંપ્રજ્ઞાત સમાધિનો નહીં. (સૂત્રકાર ૨.૧માં ઈશ્વર પ્રણિધાનને ક્રિયાયોગનું અને ૨.૩૨માં નિયમોમાંનું એક બહિરંગ સાધન કહે છે. અને ૧.૨૩, ૨.૪૫માં સમાધિનું અંતરંગ સાધન કહે છે. સાધકને આ વિષે ગૂંચવણ ન થાય એ માટે વાચસ્પતિ મિશ્ર સ્પષ્ટતા કરે છે કે ઈશ્વર પ્રણિધાન સીધે સીધું નહીં, પણ યોગનાં સાત અંગોનું સફળ અનુષ્ઠાન કર્યા પછી જ સિદ્ધ થાય છે. પ્રારંભમાં એ સાધન છે, પણ અંતમાં સાધ્ય જણાય છે. ભગવાન શ્રી ૨મણ મહર્ષિ કહેતા કે બિનશરતી શરણાગતિ પછી, ઈશ્વરથી ભિન્ન, ભોગ કે મોક્ષ ઇચ્છતો વૈયક્તિક જીવ રહેવો ન જોઈએ.) આમ આ (ઈશ્વર પ્રણિધાન) બહિરંગ સાધન છે, એમ બધું સ્પષ્ટ છે. “પ્રજાનાતિ” પ્રજ્ઞા શબ્દની વ્યુત્પત્તિ દર્શાવે છે. ૪૫
ૐત્તા: સદ્દસિદ્ધિમિર્યમનિયમાઃ । આસનાવીનિ વક્ષ્યામ: ।। તત્ર- સિદ્ધિઓ સાથે યમ, નિયમ કહ્યા. હવે આસન વગેરે કહીશું. એમાં
स्थिरसुखमासनम् ॥४६॥
સ્થિરતા અને સુખ ઉત્પન્ન કરે એ આસન છે. ૪૬
भाष्य
तद्यथा पद्मासनं वीरासनं भद्रासनं स्वस्तिकं दण्डासनं सोपांश्रयं पर्यङ्कं क्रौञ्चनिषदनं हस्तिनिषदनमुष्ट्रनिषदनं समसंस्थानं स्थिरसुखं यथासुखं ચેત્યેવમાવીનિ ।।૪દ્દા
પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિક, દંડાસન, સોપાશ્રય, પર્યંકાસન, ક્રૌંચનિષદન, હસ્તિનિષદન, ઉષ્ટ્રનિષદન, સમસંસ્થાન, સ્થિરસુખ, યથાસુખ વગેરે. ૪૬
तत्त्ववैशारदी
उत्तरसूत्रमवतारयति-उक्ताः सह सिद्धिद्भिर्यमनियमाः । आसनादीनि वक्ष्याम इति । तत्र स्थिरसुखमासनम् । स्थिरं निश्चलं यत्सुखं सुखावहं तदासनमित्ति सूत्रार्थः । आस्यतेऽत्र आस्ते वानेनेत्यासनम् । तस्य प्रभेदानाह - तद्यथेति । पद्मासनं प्रसिद्धम् । स्थितस्यैकतरः पादो भून्यस्त एकतरश्चाकुञ्चितजानोरुपरि न्यस्त इत्येतद्वीरासनम् । पादतले वृषणसमीपे संपुटीकृत्य तस्योपरि' पाणिकच्छपिकां कुर्यात्तद्भद्रासनम् । सव्यमाकुञ्चितं चरणं दक्षिणजङ्घोर्वन्तरे निक्षिपेत्, दक्षिणं चाकुञ्चितं चरणं वामजङ्घोर्वन्तरे निक्षिपेत्, एतत्स्वस्तिकम् । उपविश्य श्लिष्टाङ्गुलिकौ श्लिष्टगुल्फौ भूमिश्लिष्टजङ्घोरुपादौ प्रसार्य