________________
૨૬૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪૭
दण्डासनमभ्यसेत् । योगपट्टकयोगात्सोपाश्रयम् । जानुप्रसारितबाहोः शयनं पर्यङ्कः । कौञ्चनिषदनादानि क्रौञ्चादीनां निषण्णानां संस्थानदर्शनात्प्रत्येतव्यानि । पाणिपादाग्राभ्यां द्वयोराकुञ्चितयोरन्योन्यसंपीडनं समसंस्थानम् । येन संस्थानेनावस्थितस्य स्थैर्य सुखं च सिध्यति तदासनं स्थिरसुखम् । तदेतत्तत्र भगवतः सूत्रकारस्य संमतम् । तस्य विवरणं यथासुखं चेति ॥४६॥
“ઉક્તાઃ સહ સિદ્ધિભિર્યમનિયમા” વગેરેથી આગળનું સૂત્ર પ્રસ્તુત કરે છે. “તત્ર - સ્થિરસુખમાસનમ્” સૂત્ર છે. સ્થિર એટલે નિશ્ચલ અને સુખ ઉત્પન્ન કરે એ આસન છે, એવો સૂત્રનો અર્થ છે. આસન શબ્દની વ્યુત્પત્તિ “આસ્મતે અત્ર” અથવા “આતે અનેન” જેની ઉપર કે જેના વડે બેસાય એ આસન છે. તદ્યથા”થી એના ભેદો કહે છે. પદ્માસન પ્રસિદ્ધ છે. એક પગ ભૂમિપર મૂકી, બીજા વાળેલા ઢીંચણપર બેસવું એ વીરાસન છે. વાળેલો ડાબો પગ જમણી જાંઘ અને સાથળ વચ્ચે રહે અને વાળેલો જમણો પગ ડાબી જાંઘ અને સાથળ વચ્ચે રહે એ સ્વસ્તિકાસન છે. બેસીને બંને પગની આંગળીઓ અને પાનીઓ સામસામે અડકેલી રાખી, જાંઘ અને સાથળ જમીનને અડકેલાં રાખી દંડાસનનો અભ્યાસ કરવો. યોગપટ્ટક નામના લાકડાના સાધનના આશ્રયે બેસવું સોપાશ્રય આસન છે. ઢીંચણોપર હાથ ફેલાવીને સૂવું પર્યકાસન છે. ક્રૌંચ (સારસ), હાથી, ઊંટ બેઠેલાં હોય, એમના શરીરની સ્થિતિ જોઈને, તે તે આસનો જાણવાં જોઈએ. પાની અને પગના અગ્રભાગોને, બંને પગવાળીને, દબાવવા સમસંસ્થાન છે. જે રીતે બેસવાથી સુખ થાય અને સ્થિરતા સધાય એ સ્થિરસુખ છે, એવો ભગવાન સૂત્રકાર પતંજલિનો મત છે. “યથાસુખમએનું વિવરણ છે. ૪૬
प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥४७॥
પ્રયત્નની શિથિલતા અને અનંતમાં ચિત્તની સમાપત્તિથી આસન સિદ્ધ થાય છે. ૪૭
भाष्य भवतीति वाक्यशेषः । प्रयत्नोपरमात्सिध्यत्यासनं येन नाङ्गमेजयो भवति । अनन्ते वा समापनं चित्तमासनं निवर्तयतीति ॥४७॥
ભવતિ” થાય છે- એ વાક્યાંશ જોડવો જોઈએ. પ્રયત્ન શાન્ત થતાં આસન સિદ્ધ થાય છે, જેનાથી શરીરમાં કંપન થતું નથી. અથવા અનંતમાં સમાપન્ન થયેલું ચિત્ત આસન સિદ્ધ કરે છે. ૪૭