________________
૨૫૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪૫
तत्त्व वैशारदी स्वाध्यायसिद्धिसूचकमाह-स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः । सुगमम् ॥४४॥ “સ્વાધ્યાયાત..” વગેરે સૂત્રથી તપની સિદ્ધિ સૂચવે છે. સરળ છે. ૪૪
समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥४५॥ ઈશ્વરપ્રણિધાનથી સમાધિ સિદ્ધ થાય છે. ૪૫
भाष्य ईश्वरार्पितसर्वभावस्य समाधिसिद्धिर्यया सर्वमीप्सितमवितथं जानाति देशान्तरे देहान्तरे कालान्तरे च । ततोऽस्य प्रज्ञा यथाभूतं પ્રજ્ઞાનાતીતિ ઝધા
પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરવાથી સમાધિ સિદ્ધ થાય છે, જેનાથી જાણવા ઇચ્છેલું બધું યથાર્થ રીતે જાણી શકાય છે, ભલે એ બધું અન્ય દેશમાં, દેહમાં કે કાળમાં હોય. ત્યારે એની પ્રજ્ઞા પદાર્થો ખરેખર છે એવા જાણે છે. ૪૫
तत्त्व वैशारदी समाधिसिद्धिरीश्वरप्रणिधानात् । न च वाच्यमीश्वरप्रणिधानादेव चेत्संप्रज्ञातस्य समाधेरङ्गिनः सिद्धिः कृतं सप्तभिरङ्गैरिति । ईश्वरप्रणिधानसिद्धौ दृष्टादृष्टावान्तरव्यापारेण तेषामुपयोगात् । संप्रज्ञातसिद्धौ च संयोगपृथक्त्वेन दघ्न इव क्रत्वर्थता पुरुषार्थता च। न चेवमनन्तरङ्गता धारणाध्यानसमाधीनां संप्रज्ञातसिद्धौ । संप्रज्ञातसमानगोचरतयाङ्गान्तरेभ्योऽतदोचरेभ्योऽस्यान्तरङ्गत्वप्रतीतेः । ईश्वरप्रणिधानमपि हीश्वरगोचरं न संप्रज्ञेयगोचरमिति बहिरङ्गमिति सर्वमवदातम् । प्रजानातीति प्रज्ञापदव्युत्पत्तिर्दर्शिता ॥४५॥
- ઈશ્વપ્રણિધાનથી અંગી (મુખ્ય) સંપ્રજ્ઞાત સમાધિથી થતી બધી સિદ્ધિઓ મળતી હોય તો યોગનાં સાત અંગોનું અનુષ્ઠાન શા માટે કરવું? એમ ન વિચારવું જોઈએ. કારણ કે દેખાય અને ન દેખાય એવા અવાજોર (ગૌણ) વ્યાપારવડે દહીં જેમ માણસ માટે અને યજ્ઞ માટે ઉપયોગી બને એમ એ બધાં ઈશ્વરપ્રણિધાનમાં ઉપયોગી છે. આનાથી સંપ્રજ્ઞાત સમાધિમાં ધારણા, ધ્યાન અને સમાધિની અંતરંગતા નષ્ટ થતી નથી. સંપ્રજ્ઞાત આ દાખલામાં બીજાં અંગોની જેમ (ઈશ્વરપ્રણિધાનમાં) કારણરૂપ બને છે. એની અંતરંગતા, બીજાં અંગો જે એની