________________
પા. ૨ સૂ. ૪૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૫૭
ત્યજાય એવી છે, અને જે વૃદ્ધ થતા લોકોમાં પણ જીર્ણ થતી નથી, એ તૃષ્ણાને ત્યજીને પ્રાજ્ઞ મનુષ્ય સુખથી ભરાઈ જાય છે.” (વિષ્ણુપુરાણ, ૪.૧૦.૧૨). આ હકીકત “યચ્ચ કામસુખ લોકે...” વગેરેથી કહે છે. ૪૨
कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥४३॥
તપથી અશુદ્ધિનો ક્ષય થતાં શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૩
भाष्य
निविय॑मानमेव तपो हिनस्त्यशुद्धयावरणमलम् । तदावरणमलापगमात्कायसिद्धिरणिमाद्या । तथेन्द्रियसिद्धिर्दूराच्छ्रवणदर्शनाद्येति ॥४३॥
તપશ્ચર્યા કરવાથી અશુદ્ધિનો નાશ થતાં આવરણરૂપ મળો નાશ પામે છે. આવરણ મળો દૂર થતાં અણિમા વગેરે શરીરની અને દૂરશ્રવણ, દૂરદર્શન વગેરે ઈન્દ્રિયોની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૪૩
तत्त्व वैशारदी तपःसिद्धिसूचकमाह-कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः । अशुद्धिलक्षणमावरणं तामसमधर्मादि । अणिमाद्या महिमा लधिमा प्राप्तिश्च । सुगमम् ॥४३॥
“કાયેન્દ્રિયસિદ્ધિઃ” વગેરે સૂત્રથી તપની સિદ્ધિ સૂચવે છે. અધર્મ વગેરે તામસ ગુણો અશુદ્ધિરૂપ આવરણ છે. અણિમા વગેરે એટલે મહિમા, લધિમાં અને પ્રાપ્તિ. સરળ છે. ૪૩
स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः ॥४४॥ સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર થાય છે. ૪૪
भाष्य देवा ऋषयः सिद्धाश्च स्वाध्यायशीलस्य दर्शनं गच्छन्ति कार्ये વાચ વાર્તા રૂતિ ૪૪
દેવો, મહર્ષિઓ, અને સિદ્ધપુરુષો સ્વાધ્યાયશીલને દર્શન આપે છે, અને એના કાર્યમાં મદદ કરે છે. ૪૪