________________
२५६]
પતંજલિનાં યોગસૂત્રો
[५. २ सू. ४२
तत्त्व वैशारदी आन्तरशौचसिद्धिसूचकमाह-किं चेति । सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च । चित्तमलानामाक्षालने चित्तसत्त्वममलं प्रादुर्भवति, वैमल्यात्सौमनस्यं स्वच्छता, स्वच्छं तदेकाग्रं, ततो मनस्तन्त्राणामिन्द्रियाणां तज्जयाज्जयस्तत आत्मदर्शनयोग्यत्वं बुद्धिसत्त्वस्य भवतीति ॥४१॥
કિ ચ” વગેરેથી આંતરિક પવિત્રતાથી મળતી સિદ્ધિ સૂચવે છે. ચિત્તના મળો ધોવાતાં, ચિત્તત્ત્વ શુદ્ધ થાય છે. શુદ્ધિથી પ્રસન્નતા. પ્રસન્ન મન એકાગ્ર રહે છે. પછી મનના તાબામાં રહેલી ઇન્દ્રિયો જિતાય છે. મનના સંયમનું આ ફળ છે. પછી બુદ્ધિસત્ત્વ આત્મસાક્ષાત્કારની યોગ્યતાવાળું બને છે. ૪૧
सन्तोषादनुत्तमः सुखलाभः ॥४२॥ સંતોષથી સર્વોત્તમ સુખનો લાભ થાય છે. ૪૨
भाष्य
तथा चोक्तम्यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ॥ इति ॥४२॥
(शान्ति० १७४।४६; १७७५१) આ વિષે કહ્યું છે : “લોકમાં જે કામસુખ છે, અને સ્વર્ગમાં જે મહાનું સુખ છે. એ તૃષ્ણાના ક્ષયથી થતા સુખની સોળમી કળા જેટલું પણ नथी.” (महाभारत, शांतिपर्व, १७४. ४६, १७७.५१) ४२
तत्त्व वैशारदी संतोषादनुत्तमः सुखलाभः । न विद्यतेऽस्मादुत्तम इत्यनुत्तमः । यथा चोक्तं ययातिना पूरौ यौवनमर्पयता
या दुस्त्यजा दुर्मतिभिर्या न जीर्यति जीर्यताम् । तां तृष्णां संत्यजन्प्राज्ञ: सुखेनैवाभिपूर्यते ॥ (विष्णुपु. ४।१०।१२)इति । तदेतदर्शयति-यच्च कामसुखं लोक इत्यादिना ॥४२॥
જેનાથી વધારે ઉત્તમ નથી એ અનુત્તમ કહેવાય. યયાતિએ પોતાના પુત્ર પૂરને યૌવન પાછું આપતાં કહ્યું હતું : “જે દુર્બુદ્ધિવાળા લોકોથી કષ્ટથી