________________
પા. ૨ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૫૫
जिहासुर्मुज्जलादिभिराक्षालयनपि कायशुद्धिमपश्यन्कथं परकायैरत्यन्तमेवाप्रयतैः संसृज्येत ॥४०॥
પોતાના શરીર પ્રત્યે ધૃણા થતાં એને પવિત્ર કરવાનો યત્ન આરંભે છે. છતાં શરીર સ્વભાવે જ અપવિત્ર છે એમ જાણી, એમાં આસક્તિ વિનાનો પતિ બને છે. વળી બીજાઓ સાથે અસંસર્ગ થાય છે. શરીરના સ્વભાવનું તટસ્થપણે અવલોકન કરતો યોગી, પોતાના શરીરને ત્યજવા ઇચ્છે છે, કારણ કે માટી-પાણી વગેરેથી એને ધોવા છતાં એની શુદ્ધિ જોતો નથી, તો પછી અસંયમી એવા બીજાઓના શરીરનો સંસર્ગ કેવી રીતે કરે? ૪૦
तत्त्व वैशारदी शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः । अनेन बाह्यशौचसिद्धिसूचकं कथितम् Il૪૦||
શૌચથી પોતાના અંગ તરફ જુગુપ્સા અને બીજાઓ સાથે અસંસર્ગ થાય છે. આનાથી બાહ્ય શૌચથી થતી સિદ્ધિ સૂચવી. ૪૦
કિં વ- વળીसत्त्वशुद्धिसौमनस्यैकाग्रयेन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ॥४१॥
અન્તઃકરણની શુદ્ધિ, મનની સૌમ્યતા, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૪૧
भाष्य भवन्तीति वाक्यशेषः । शुचेः सत्त्वशुद्धिस्ततः सौमनस्यं तत एकाग्र्यं तत इन्द्रियजयस्ततश्चात्मदर्शनयोग्यत्वं बुद्धिसत्त्वस्य भवतीत्येतच्छौचस्थैर्यादधिगम्यत इति ॥४१॥
સૂત્રમાં “થાય છે” એ વાક્યાંશ જોડવો જોઈએ. શૌચથી સત્ત્વશુદ્ધિ, એનાથી મનની પ્રસન્નતા, એનાથી એકાગ્રતા, એનાથી ઇન્દ્રિયજય અને એનાથી બુદ્ધિસત્ત્વમાં આત્મદર્શનની યોગ્યતા મેળવાય છે. આટલું શૌચની સ્થિરતાથી પ્રાપ્ત થાય છે. ૪૧