________________
૨૫૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪૦
जन्म । तस्य कथन्ता किंप्रकारता । तस्यां संबोध: साक्षात्कारः । सप्रकारातीन्द्रियशान्तोदिताव्यपदेश्यजन्मपरिज्ञानमिति यावत् । अतीतं जिज्ञासते-कोऽहमासमिति । तस्यैव प्रकारभेदमुत्पादे स्थितौ च जिज्ञासते-कथमहमासमिति । वर्तमानस्य जन्मनः स्वरूपं जिज्ञासते-किंस्विदिति । शरीरं भौतिकं किं भूतानां समूहमा माहास्वित्तेभ्योऽन्यदिति । अत्रापि कथंस्विदित्यनुषञ्जनीयम् । क्वचित्तु पठ्यत एव । अनागतं जिज्ञासते-के वा भविष्याम इति । अत्रापि कथंस्विदित्यनुषङ्गः । एवमस्येति । पूर्वान्तोऽतीतः कालः परान्तो भविष्यन्मध्यो वर्तमानस्तेष्वात्मनो भावः शरीरादिसम्बन्धस्तस्मिञ् जिज्ञासा ततश्च ज्ञानम् । यो हि यदिच्छति स तत्करोतीति न्यायात् ॥३९॥
દેહ, ઇન્દ્રિયો વગેરેના સંઘાત સાથે સંબંધ થવો જન્મ છે. એની કર્થતા એટલે એ શી રીતે બન્યું ? એનો સંબોધ એટલે સાક્ષાત્કાર. અતીન્દ્રિય એવા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જન્મોનું, એમના પ્રકારો સાથે, જ્ઞાન થાય છે. “કોહમાસમુ ?” થી અતીતની જિજ્ઞાસાને લીધે પૂછે છે. “કથામણમાસ?"થી એના ઉત્પત્તિ અને સ્થિતિના પ્રકારોની જિજ્ઞાસા કરે છે. “કિંસ્વિત ?” થી વર્તમાન જન્મના સ્વરૂપને જાણવા ઇચ્છે છે. ભૌતિક શરીર ભૂતોનો સમૂહમાત્ર છે કે એનાથી ભિન્ન છે ? અહીં પણ “કથમ્ ?” કેવી રીતે - જોડવું જોઈએ. કોઈક ગ્રંથોમાં એનો પાઠ મળે પણ છે. “કે વા ભવિષ્કામ?"થી અનામતવિષે જાણવા માગે છે. અહીં પણ “કથં સ્વિત” જોડવું જોઈએ.
આમ યોગીને પૂર્વનો અંત એટલે ભૂતકાળ, પર અંત એટલે ભવિષ્યકાળ અને મધ્ય એટલે વર્તમાનકાળ, એ બધા કાળોમાં પોતાનો ભાવ એટલે શરીર વગેરે સાથે સંબંધ, એ વિષે જિજ્ઞાસા અને પછી જ્ઞાન થાય છે. યોગી જે જે ઇચ્છે, એ અવશ્ય મેળવે એવો નિયમ છે. ૩૯
નિયમેષ વશ્યામ - નિયમોની સિદ્ધિઓ કહેવાશે -
शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥४०॥ શૌચથી પોતાના શરીર પ્રત્યે ધૃણા અને બીજાં શરીરોનો અસંસર્ગ થાય છે. ૪૦
भाष्य __स्वाङ्गे जुगुप्सायां शौचमारभमाणः कायावद्यदर्शी कायानभिष्वङ्गी यतिर्भवति । किं च परैरसंसर्गः कायस्वभावावलोकी स्वमपि कायं